For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હાઈસ્પીડ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત- રોષે ભરાયેલા લોકોએ...

10:41 AM Mar 07, 2022 IST | Sanju
હાઈસ્પીડ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લઇ આપ્યું દર્દનાક મોત  રોષે ભરાયેલા લોકોએ

રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ થયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. આ ઘટના હૈદરનગર-જાપલા(Hydernagar-Japla) મુખ્ય માર્ગ પર દિવાન બીગહા(Diwan Bigha) ગામ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દિવાન બીગહામાં રહેતી 50 વર્ષની મહિલા શિલા દેવી(Shila Devi) રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ઝપેટમાં લઇ લીધી હતી.

Advertisement

જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ મુખ્ય જમુના યાદવના નેતૃત્વમાં રસ્તો બ્લોક કરી દીધો હતો. રોડ પર ટાયરો સળગાવી પ્રદર્શન કર્યું હતું. દોષિત ડ્રાઈવરની ધરપકડની માંગ કરવામાં આવી હતી.

Advertisement

મુખિયા જમુના યાદવે જણાવ્યું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના આશ્રિતોને 5 લાખ રૂપિયા વળતરની માંગ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, આ માર્ગ પર વાહનોની વધુ ઝડપને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વહીવટીતંત્રે ટ્રાફિકનું આયોજન કરવું જોઈએ. વાહનની ગતિ મર્યાદા નક્કી કરવી જોઈએ. તેનું પાલન કરવું જોઈએ. હાઇવે ડ્રાઇવરની ભૂલને કારણે આ ઘટના બની હતી. તેથી તેને સજા મળવી જોઈએ.

Advertisement

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સર્કલ ઓફિસર રાજીવ નીરજે આ અંગે જણાવ્યું કે, મૃતક મહિલાના આશ્રિતને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ છે. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે, અકસ્માત માટે જવાબદાર ડ્રાઈવરની ઓળખ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement