For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આવશે આંધી વંટોળ; 25 થી 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી

04:15 PM Jun 01, 2024 IST | Drashti Parmar
ગુજરાતમાં આવશે આંધી વંટોળ  25 થી 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન  જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 6 દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી બે દિવસ માટે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારના((Gujarat Weather Update)) કેટલાક ભાગો માટે ધૂળના તોફાનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

Advertisement

આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે  બે દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવન ફૂંકાશે. જો કે ગરમીનું પ્રમાણ તો રહેશે. 4 જૂને રાજયમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ કચ્છમાં 35થી 39 ડિગ્રી તાપમાન અને ભૂજમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

Advertisement

આ દિવસે અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42થી 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે અમદાવાદના હવામાનશાસ્ત્ર કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે, આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.

Advertisement

હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જૂન મહિનામાં ગરમી, પ્રી-મોનસુન અને ચોમાસું ક્યારે બેસશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે.  જણાવેલી  આગાહી અનુસાર, ગુજરાતમાં નિશ્ચિત તારીખ કરતા અઢી-ત્રણ દિવસ વહેલું ચોમાસું આવી શકે છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે જૂનની શરૂઆતમાં તાપમાનમાં ઘટાડો થયો છે પણ ભેજના કારણે ઉકળાટ અનુભવાશે. જો કે ચોમાસું શરૂ થવા છતાં જૂન મહિનો ગરમ રહેશે. ભલે તાપમાન 40 ડિગ્રીથી નીચું હશે પણ ભેજના કારણે બફારો અને ઉકળાટ અનુભવાશે. આગાહી અનુસાર પ્રી-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે 5થી 9 જૂન દરમિયાન છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે. અગામી દિવસોમાં ગુજરાતના દરિયાકિનારાનાં વિસ્તારોમાં 5થી 9 જૂન દરમિયાન છૂટાછવાયા ઝાપટાંની સંભાવના છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement