For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

શું ભારતમાં WhatsApp બંધ થઇ જશે? દિલ્હી હાઈ કોર્ટમાં Metaની મોટી ચેતવણી...

05:58 PM Apr 27, 2024 IST | V D
શું ભારતમાં whatsapp બંધ થઇ જશે  દિલ્હી હાઈ કોર્ટમાં metaની મોટી ચેતવણી

WhatsApp: વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે તે ભારતમાં તેની એપ બંધ કરી શકે છે. વાસ્તવમાં કંપનીએ આ વાત એક કેસની સુનાવણી દરમિયાન કહી છે. મેટાએ જણાવ્યું હતું કે જો સંદેશાઓના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડવાનું કહેવામાં આવશે તો તે ભારતમાં એપ્લિકેશનને બંધ કરશે. વોટ્સએપનું(WhatsApp) પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ તેજસ કારિયાએ સુનાવણી દરમિયાન કોર્ટમાં કંઈક એવું કહ્યું જેનાથી બધા ચોંકી ગયા.

Advertisement

જો અમને મજબૂર કરશો તો ભારત છોડી દઈશું
દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (Whatsapp)એ સ્પષ્ટ કહ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન હટાવવા માટે મજબૂર કરવામાં આવશે વોટ્સએપ ભારતમાં અસરકારક રીતે બંધ થઈ જશે. મેટા-માલિકીની કંપની (Meta-owned company) વ્હોટ્સએપે હાઈકોર્ટમાં વધુમાં કહ્યું હતું કે 'યુઝર્સની પ્રાઈવસી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે.

Advertisement

આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને રીસિવ કરનાર જ અંદરના કંટેટ જાણી શકે છે.' ઉલ્લેખનીય છે કે વોટ્સએપે આ વાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમ 2021 (IT Rules 2021)ને પડકારતી વખતે આ વાત કહી છે.

Advertisement

આ કાયદો એનક્રિપ્શનને નબળો પાડશે
એક અહેવાલ અનુસાર, વોટ્સએપ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ તેજસ કારિયાએ ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે, 'લોકો પ્રાઈવસી ફીચર્સને કારણે જ વોટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની IT નિયમો 2021ને પડકારી રહી છે, જેમાં મેસેજ ટ્રેસ કરવાની અને મોકલનારને ઓળખ કરવાની વાત કરવામાં આવી છે. કંપનીની દલીલ છે કે આ કાયદો એનક્રિપ્શનને નબળો પાડશે અને ભારતીય બંધારણ હેઠળ યુઝર્સની પ્રાઈવેસીના રક્ષણનું ઉલ્લંઘન થશે.'

કેસની આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે
આના પર જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહની બેંચે કહ્યું કે, આ બાબતને ધ્યાનમાં રાખીને તમામ પક્ષકારો દ્વારા ચર્ચા કરવી પડશે, તેણે પૂછ્યું કે શું અન્ય કોઈ દેશમાં આવો કાયદો અસ્તિત્વમાં છે. વકીલે જવાબ આપ્યો કે આવો નિયમ દુનિયામાં બીજે ક્યાંય નથી, બ્રાઝિલમાં પણ નથી. તેના પર કોર્ટે કહ્યું કે પ્રાઈવસીને લઈને ક્યાંક બેલેન્સ કરવું પડશે. તેના પર કોર્ટમાં કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે જ્યારે સાંપ્રદાયિક હિંસા જેવા મામલામાં પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી ફેલાવવામાં આવે છે, ત્યારે આ નિયમો મહત્વપૂર્ણ બની જાય છે. આ સાથે બેન્ચે કહ્યું છે કે કેસની આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement