For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચેલા સી આર પાટીલને શા માટે ફોર્મ ભર્યા વગર જ પાછા આવવું પડ્યું?

01:19 PM Apr 18, 2024 IST | V D
વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચેલા સી આર પાટીલને શા માટે ફોર્મ ભર્યા વગર જ પાછા આવવું પડ્યું

C.R.Paatil Road Show: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે તેવી ચર્ચા સામે આવી છે.ત્યારે રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે. આજના રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરી હતી.આ સાથે જ એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નિકળી હતી.

Advertisement

રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા
નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વચ્ચે પાટીલ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા.

Advertisement

પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી
આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભાજપને આ સીટ ફરી એકવાર જીતવાની આશા છે.

Advertisement

નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય
નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળી હતી. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચી હતી. તેમજ રેલી પૂર્ણ થતા સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સમર્થન આપવા માટે નવસારી વિજય સંકલ્પ રેલીમાં હાજર રહ્યા હતા.

રસ્તાઓને દુલહનની જેમ શણગારવવામાં આવ્યા
સુરતની ચાર વિધાનસભા બેઠક સહિત નવસારીની ત્રણ મળી કુલ સાત વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સહિત સી.આર પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં નવસારી આવ્યા હતા. જેમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રાંત કચેરી ખાતે રેલી પૂર્ણ થઇ હતી. કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઊભા કરવામાં આવ્યા હતા. જ્યાં ઠંડા પીણા તેમાં છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી હતી. વિજયસંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રો હતા.

Advertisement

Tags :
Advertisement
Advertisement