Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કિરણ જેમ્સના VS પર SDB ઉદ્ઘાટન થાય એ પહેલા સાઈડલાઈન કરાયેલા વિભીષણો છાંટા ઉડાડવા તૈયાર

01:00 PM Dec 12, 2023 IST | admin

બે દિવસ અગાઉ સુરત ડાયમંડ બુર્સના (surat diamond bourse) બાંધકામ કરનાર કોન્ટ્રાકટરને SDB વહીવટદારોએ 500 કરોડ કરતા વધુની રકમ ચુકવવાની બાકી છે તેવા સમાચાર જાહેર થતા SDB સંચાલકોમાં ઉહાપોહ સર્જાયો હતો. ત્યારે અત્યારે SDB ના વહીવટદારોમાં એક ગણગણાટ ચાલી રહ્યો છે કે, આ સમાચાર માધ્યમોમાં વહેતા થયા અને બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે આવીને ખુલાસો કરવો પડ્યો કે SDB નું સ્ટેન્ડ શું છે. ત્યારે આ ખુલાસો કરવાની સલાહ આપનાર વિભીષણ ને અત્યારે આખું SDB વહીવટ સમિતિ ત્રાંસી નજરે જોઈ રહ્યું છે. કારણ કે, જે ખુલાસો તૈયાર કરાવવામાં આવ્યો એ ખુલાસામાં ડાયમંડ બુર્સે એક રૂપિયો પણ આપવાનો બાકી નથી અને બીજું સાથે સાથે એવું કહેવડાવવામાં આવ્યું કે 2 ટકા રકમ ચુકવવાની બાકી છે. આમ આ વિભીષણે પોતાને સાઈડલાઈન કરનાર SDB વહીવટદારોને વિચાર્યા વગર બોલાવડાવીને ફિક્સમાં મુકાવી દીધા છે.

Advertisement

બીજી તરફ ઉદ્ઘાટન પહેલા ડાયમંડ વર્કર યુનિયન હવે મેદાનમાં આવ્યું છે. હીરાઉદ્યોગ મા દિવાળી પછી વાતાવરણ સુધરવા ની શક્યતા પણ લાગતી નથી કેમ કે મોટા ભાગ ના કારખાના હજી પણ બંધ છે અને જે ખુલ્યા છે ત્યાં પણ ભાવ ઘટાડવાની તથા સ્ટાફ ઘટાડી રત્નકલાકારો ને છુટા કરવા ની ફરિયાદો મળી રહી છે. દિવાળી પહેલા થી જ મોટી સંખ્યામાં કારીગરો બેરોજગાર છે ત્યારે જો સ્થિતિ સુધરશે નહી તો હજી વધુ રત્ન કલાકારો બેરોજગાર થશે તેવો ભય સતાવી રહ્યો છે.

ત્યારે ગતરોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે દેશ ના પ્રધાન મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા મા આવી છે કે સુરત ડાયમંડ બુર્સ ના ઉદઘાટન પહેલા રત્નકલાકારો ની માંગણીઓ પૂરી કરો નહિતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ની ફરજ પડશે અને યુનિયન દ્વારા ઉપવાસ આંદોલનની પરવાનગી પણ કમિશનરશ્રી પાસે થી માંગવા મા આવી છે.

Advertisement

ગુજરાત અને સુરતને ડાયમંડ એક્સપોર્ટનું હબ બનાવવા મથી રહેલા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લખાણી પોતાના મુંબઈ બીઝનેસને સુરત ફેરવવાનું જોખમ લઇ રહ્યા છે. સુરતમાં કરોડોનું રોકાણ કરીને બીજા હીરા ઉદ્યોગકારોને SDB માં બીઝનેસ શરુ કરવા પ્રેરણા આપી રહ્યા છે પણ જે વિભીષણનું SDB માં એક પાંચિયું પણ રોકાણ નથી એ ડાયમંડ બુર્સના ઓપનીંગ પહેલા પોતાને કેન્દ્ર બિંદુ બનાવવા માટે વહીવટદારોને વિવાદમાં વ્યસ્ત રાખી રહ્યા છે.

આમ ડાયમંડ વર્કર યુનિયન સાથે સાથે ખુલાસામાં કરી બેઠેલી ભૂલ SDB ના ઉદ્ઘાટન પહેલા રસ્તા વચ્ચે સ્પીડબ્રેકર બનવાનું કામ કરી રહ્યા છે. ડાયમંડ બુર્સના ચેરમેન બનાવવામાં આવેલા ભામાશા અને દાનવીર તરીકે છાપ ધરાવતા V S  એટલે કે કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણીને (V S Lakhani Kiran Gems) લેવાદેવા વગર ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું છે. હીરા ઉદ્યોગકારો અને બ્રોકરોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે SDB ને દોડતું કરનાર આ વિભીષણને સાથે લીધા જ શુકામ હશે? શું દિલ્હી કનેક્શન હોય તો જ કોઈ કામ શક્ય બને? આ વિચાર પણ ઉદ્યોગ પતિઓ હવે કરી રહ્યા છે. એ વાત અલગ છે કે આ વિભીષણનું SDB માં એક પાંચિયું પણ રોકાણ નથી તેમ છતાં ડાયમંડ બુર્સના નિર્માણમાં સર્વે સર્વાં આ વડીલ મુરબ્બી જ રહે છે.

Advertisement

Advertisement
Tags :
Next Article