For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં 'કાંડ' કરીને નિલેશ કુંભાણી ક્યાં ગાયબ થઈ ગયા? ટેકેદારો પણ નથી આવ્યા સામે, જાણો પત્નીએ આપ્યું મોટું નિવેદન...

04:47 PM Apr 25, 2024 IST | V D
સુરતમાં  કાંડ  કરીને નિલેશ કુંભાણી ક્યાં ગાયબ થઈ ગયા  ટેકેદારો પણ નથી આવ્યા સામે  જાણો પત્નીએ આપ્યું મોટું નિવેદન

Nilesh Kumbhani: ગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવા પાછળ તેમની ભૂમિકા હોવાનો આક્ષેપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો છેલ્લા બે-ત્રણ દિવસથી કરી રહ્યા છે. લોકોનો રોષ પારખીને નિલેશ કુંભાણી સુરત છોડી બહારગામ નીકળી ગયા છે. ત્રણ દિવસ પછી તેમના પત્ની(Nilesh Kumbhani) ઘરે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ-આપના કાર્યકર્તાના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

નિલેશના પત્ની ઘરે પરત આવ્યા
હાલ નિલેશ કુંભાણીના પત્ની ઘરે આવતા પોલીસે તકેદારીના ભાગરૂપે તેમના બિલ્ડીંગ નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. નિલેશ કુંભાણીના પત્ની ઘરે પહોંચતા તેમનું ઘર ત્રણ દિવસ બાદ ખુલ્યું હતું. જોકે નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે કોઈ જાણકારી નથી.

Advertisement

નિલેશ હાલ કોંગ્રેસના નેતાઓના સંપર્કથી બહાર છે. પત્નીને અમદાવાદ જવાનું કહી તેઓ ઘરેથી નીકળ્યા હતા. જોકે હાલ શહેરભરમાં ભારે વિરોધને ધ્યાનમાં રાખી ઘરની નીચે સરથાણા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Advertisement

નિલેશ કુંભાણીને પત્નીએ આપ્યો જવાબ
મીડિયા સાથેની વાતચીતમાં નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યુ કે, ‘લોકો તો કાંઇપણ વાતો કરે પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે, હું બીજેપીમાં જોડાઇ રહ્યો છુ. આ બીજેપીનું પોતાનું જ કારનામું હોય શકે છે. પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે અને નિલેશનું નામ ખરાબ કરવા જઇ રહ્યા છે. જેમનું ફોર્મ રદ થયું છે તે તો આગળની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગયા છે.’

'નીલેશને બદનામ કરવાનું કાવતરું'
આ ઉપરાંત તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે, ‘વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા માટે કાર્યકર્તાઓ આગળ આવ્યા ન હતા. અને અત્યારે જ્યારે ઉમેદવારોને તેમની જરૂર છે કે કઇ રીતે કલેક્ટરની ઓફિસમાં જઇને કાર્યવાહીમાં સાથે જવું જોઇએ તેની જગ્યા પર તે ત્યાં સાથે ન રહ્યા પણ અત્યારે ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ બદનામ કરે છે.’

Advertisement

નીતા કુંભાણીએ વધુમાં કહ્યું કે, ‘શું નિલેશ કુંભાણીએ કહ્યું કે તેમણે રૂપિયા લીધા છે? શું નિલેશ કુંભાણીએ કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે? આ બધી વાતો ભારતીય જનતા પાર્ટી જ ફેલાવી રહી છે. ભાજપ આટલી બધી મિલીભગત કરી શકતી હોય તો શું તેઓ લોકોને છેતરી નહીં શકે? કોંગ્રેસના કાર્યકરો પણ આંતરિક રીતે નિલેશનું નામ કલંકિત કરવા ષડયંત્ર રચી રહ્યા છે.

Tags :
Advertisement
Advertisement