For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કાચબાની ગતિએ ચાલતું તંત્ર: સુરતમાં ગરમી ઘટી ત્યારે ટ્રાફિક પોલીસને ઠંડક આપતા AC હેલ્મેટ અપાયા

06:23 PM May 29, 2024 IST | V D
કાચબાની ગતિએ ચાલતું તંત્ર  સુરતમાં ગરમી ઘટી ત્યારે ટ્રાફિક પોલીસને ઠંડક આપતા ac હેલ્મેટ અપાયા

Surat AC helmet News: સુરત શહેરમાં ટ્રાફિક વિભાગના જવાનો ખડેપગે ગરમીમાં પણ ઊભા રહીને ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવે છે. આવી સ્થિતિમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં તેઓ પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતી ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ આપવામાં આવ્યાં છે. આ હેલ્મેટ(Surat AC helmet News) ચાર્જિંગ કર્યા બાદ આઠ કલાક સુધી ટ્રાફિક જવાનને ઠંડક આપશે.પરંતુ ગરમી ઓછી થયા બાદ આ હેલ્મેટ આપવામાં આવ્યા છે તેવી ચર્ચા ઉઠી છે.

Advertisement

AC હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો
ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે ત્રસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી. ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાને કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જરૂરી હોવાને કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઇન્ટ ઉપર બજાવતા રહે છે.

Advertisement

ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેને કારણે વાહનચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહે છે. આવી કાળજાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તેના માટે તેમને AC હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આજથી કેટલાક ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને AC હેલ્મેટ આપવામાં આવ્યા હતા.

Advertisement

10 કલાક સુધી તેમાં કર્મચારીને રાહત મળી શકશે
ટ્રાફિક ડીસીપી અમિતા વાણીએ જણાવ્યું કે, નવતર પ્રયોગ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં ગરમીથી કર્મચારીઓને ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવવામાં રાહત મળે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. આ હેલ્મેટ ચાર્જ કર્યા બાદ 8થી 10 કલાક સુધી તેમાં કર્મચારીને રાહત મળી શકશે. હાલના તબક્કે આ કર્મચારીઓનો જે અભિપ્રાય છે. તે પૂછવામાં આવશે અને ત્યારબાદ અન્ય જે સૌથી વધુ વ્યસ્ત જંકશનનો છે. ત્યાં આગળ કર્મચારીઓને આ હેલ્મેટ આપવામાં આવશે. આ હેલ્મેટ પહેરવાથી એમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને ગરમીના કારણે વાહનચાલકો સાથે જે ઘર્ષણ થતા હતા. તેમાં પણ ઘટાડો થશે એવી અમને આશા છે.

એક પોઇન્ટ પર આ હેલ્મેટ આપી ટેસ્ટીંગ
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે. હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે, અત્યારે એક પોઇન્ટ પર આ હેલ્મેટ આપી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઇન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઇડ કરવામાં આવશે.પરંતુ કાળઝાળ ગરમી પુરી થઇ ગયા બાદ આ હેલ્મેટ આપવામાં આવ્યા છે.જો આ પહેલા આપ્યા હોત તો કર્મચારીઓને ઘણી રાહત મળતે.

Advertisement

Tags :
Advertisement
Advertisement