For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવામાન આગાહી કાર અંબાલાલ પટેલની તબિયત લથડી, હોસ્પિટલાઈઝ કરાયા

01:26 PM Apr 27, 2024 IST | V D
હવામાન આગાહી કાર અંબાલાલ પટેલની તબિયત લથડી  હોસ્પિટલાઈઝ કરાયા

Meteorologist Ambalal Patel: ગુજરાતમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તબિયત લથડી જવાથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.અંબાલાલ પટેલ એક ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યૂ(Meteorologist Ambalal Patel) આપી રહ્યા હતા તે દરમિયાન તેમને ચક્કર આવી જતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

Advertisement

અંબાલાલ પટેલની તબિયત લથડી
આ અંગે મળતી માહિતી મુજબ,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન અંગેની આગાહી આપવા માટે હાર હંમેશ ચર્ચામાં રહે છે.ત્યારે આજે એક ન્યુઝ ચેનલને તે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા,તે દરમિયાન તેમને અચાનક તબિયત લથડી હતી.ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ચક્કર આવતા તે પડી ગયા હતા.જે બાદ ત્યાં હાજર રહેલા તે ચેનલના રિપોર્ટર અને કેમેરામેન તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

Advertisement

અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે
ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે. આ વર્ષે ખુબ જ સારો વરસાદ થવાનો છે. કમોસમી વરસાદ સાથે અતિ ભારે વાવાઝોડું ત્રાટકશે, હવામાનને લઈને વિવિધ આગાહી કરનાર અંબાલાલ પટેલના નામને લગભગ સૌ કોઈ લોકો જાણે છે. તેમજ તેમને કરેલી મોટા ભાગની આગાહી સાચી પણ પડતી હોય છે.ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે.

Advertisement

'પદ્મ પુરસ્કાર આપવો જોઈએ'
લોકોનું કહેવું છે કે,અંબાલાલ પટેલે કરેલી બધી આગાહી લગભગ સાચી પડતી રહી છે,આથી તેમને પદ્મ પુરસ્કાર આપવો જોઈએ.કારણકે પશુ પક્ષી ઝાડ પાન તડકો હવા જોઇને,હવામાનનો વરતારો કરવો એ પણ એક વિજ્ઞાન જ છે.અંબાલાલ પટેલે અંગ્રેજી મીડિયમ સાથે એગ્રીકલ્ચરનો BSCનો અભ્યાસ કરેલો છે. 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી હતી. બાદમાં જે બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી.ખેડૂતો સાથે મુલાકાત કરવા દરમિયાન તેમને વિચાર આવ્યો કે ખેડૂતોની મદદ માટે હવામાનની અગાઉથી મદદ મળી જાય તો તમેને મદદ થાય.જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતુ.

અંબાલાલ પટેલને મળ્યા છે અનેક એવોર્ડ
અંબાલાલ પટેલે વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અંબાલાલ પટેલ 1980થી સતત ઠંડી, ગરમી અને વરસાદ અને વાવાઝોડાને લઇને પણ આગાહી કરતા આવ્યા છે.જો કે અંબાલાલ પટેલને ઇન્ટરનેશનલ જયોતિષ સંસ્થા, સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા, ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી સહિત અનેક એવોર્ડ અને સન્માન પત્ર પણ મળેલા છે.જે પછી તો અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈ માર્ગદશન મેળવતું રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement