For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આ તારીખથી ગુજરાતવાસીઓને દેહ દઝાડતી ગરમીથી મળશે રાહત; જાણો અંબાલાલ પટેલે બીજી શું કરી આગાહી

11:19 AM May 24, 2024 IST | Chandresh
આ તારીખથી ગુજરાતવાસીઓને દેહ દઝાડતી ગરમીથી મળશે રાહત  જાણો અંબાલાલ પટેલે બીજી શું કરી આગાહી

Ambalal Patel Monsoon Forecast: રાજ્યમાં ગરમીના પારમાં દિવસે દિવસેને વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની ગરમીને લઈને એક આગાહી (Ambalal Patel Monsoon Forecast) સામે આવી રહી છે. તારીખ 26 પછી ક્રમશઃ ગરમીમાં ઘટાડો જોવા મળશે. તેમજ તારીખ 27 થી 29 મે સુધી ગરમીથી લોકો રાહત અનુભવશે. તેમજ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન જોવા મળશે. તેમજ તારીખ 4 જૂનથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળશે.

Advertisement

8 થી 14 જૂન દરમિયાન વરસાદ પડશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, તારીખ 8 જૂન દરિયામાં પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે અને ત્યારપછી ધીમે ધીમે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા મુજબ તારીખ 8 થી 14 જૂન દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

વધુમાં તેમને જણાવ્યું છે કે તારીખ 14 થી 28 જૂન દરમિયાન વરસાદ પડશે. તો સાથે સાથે દેશમાં ઘણા ભાગોમાં પૂરની શક્યતા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. તારીખ 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement