For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વડાપ્રધાનની સલાહ માની VNSGU માં 10 વિદેશી ભાષાના અભ્યાસક્રમો શરુ કરવાનો નિર્ણય

11:56 AM Dec 19, 2023 IST | admin
વડાપ્રધાનની સલાહ માની vnsgu માં 10 વિદેશી ભાષાના અભ્યાસક્રમો શરુ કરવાનો નિર્ણય

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તા. ૧૮-૧૨-૨૦૨૩ ના રોજ એકેડમિક કાઉન્સિલ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફોરેન લેન્ગવેજિસના (vnsgu language course) અભ્યાસક્રમો શરુ કરવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

Advertisement

ગત તા. ૧૭-૧૨-૨૦૨૩ ના રોજ સુરત ખાતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનાં શુભારંભ પ્રસંગે અને સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે વૈશ્વિક સ્તરના વ્યાપાર અને વિનિમયને ધ્યાને લઈ નર્મદ યુનિવર્સિટીને (VNSGU) સંબોધીને તમામ યુવાઓને એક સૂચન આપ્યું કે હવે તમામ ભારતીય યુવાનોએ દરેક વિદ્યાર્થીઓએ બહુવિધ ભાષા શીખવી જોઈએ અને તેના માટે વિવિધ ભાષાઓના કોર્સો પણ શરુ કરવા જોઈએ કે જેથી ભવિષ્યમાં ભારત દેશ સાથે વિશ્વના ઘણા બધા દેશો ધંધાકીય પ્રવૃત્તિ માટે ભારત સાથે સંકળાશે તો તેમને લેન્ગ્વેજ ઇન્ટરપ્રિટર તરીકેની તકો ઉભી થશે તેથી તેથી તમામ શિક્ષણવિદોને વિવિધ ભાષાઓના ઇન્ટરપ્રિટર તરીકેનું જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ થાય તેવા અભ્યાસક્રમો શરુ કરવા માટેનું સૂચન આપ્યું ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અદ્દભુત વિચારને સાકાર કરવા માટે VNSGU ના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા વિદ્યાર્થીઓના હિત અને ભારતના ઉજ્જવળ ભવિષ્યને જોડાયેલ વિચારને અમલ મુકવા ત્વરિત નિર્ણય લઈને ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવ રમેશદાન સી. ગઢવી, સિન્ડિકેટ સભ્યઓ, વહીવટી વિભાગના વડાઓ તથા તમામ શિક્ષણવિદો સાથે આજ રોજની એકેડમિક કાઉન્સિલની સભામાં મહત્વના નિર્ણયો લીધા છે તેમજ આ બાબતે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાજ્ય સરકારનો સંપુર્ણ સાથ સહકાર મળી રહેશે તેમ જણાવ્યું હતું.

Advertisement

ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે આર્કિટેક વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડાયમંડ બુર્સ બિલ્ડીંગમાં સ્થાપત્ય કલા, ગ્રીન બિલ્ડીંગ અને લેન્ડસ્કેપનો અભ્યાસ કરવા સુચન કરેલ જે બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત આર્કિટેક વિભાગ દ્વારા એક આધુનિક સેલની રચના કરવામાં આવશે, આ સેલ અભ્યાસ કરી ડાયમંડ બુર્સના અધિકારીઓ સાથે વાતચીત કરીને તેની સાથે સંકલન કરશે અને બીજા ઘણા પ્રોગ્રામની રચના કરશે. ઉપરાંત સ્કુલ અને અલગ અલગ ઇન્સ્ટીટ્યુટમાં પણ જણાવવામાં આવશે કે જેઓને વિદ્યાર્થીઓને ડાયમંડ બુર્સની વિઝીટ કરાવવી હોય તો યુનિવર્સિટીના આ આધુનિક સેલ એક ગાઈડ તરીકે કામ કરશે, ત્યારબાદ ડાયમંડ બુર્સ પર અભ્યાસ કરીને એક સાહિત્ય બનાવવામાં આવશે એ સાહિત્ય સ્કુલ અને અલગ અલગ ઇન્સ્ટીટ્યુટમાં મોકલશે તેવી રીતે લોકલ ગાઈડ તરીકે કામ કરશે.

Advertisement

યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ફોરેન લેન્ગવેજિસની સ્થાપના તથા વિવિધ ભાષાઓના ઇન્ટરપ્રિટર તેમજ ટ્રાન્સલેટર તરીકેનું જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ થાય તેવા સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવશે.

તદુપરાંત આગામી ટૂંક સમયમાં નીચે મુજબના વૈશ્વિક ભાષાઓના સર્ટીફીકેટ કોર્સો શરુ કરવામાં આવશે:

Advertisement

  1. Certificate Course Language Interpretation Using AI
  2. Certificate Course in German Language
  3. Certificate Course in French Language
  4. Certificate Course in Spanish Language
  5. Certificate Course in Chinese Language
  6. Certificate Course in Japanese Language
  7. Certificate Course in Dutch Language
  8. Certificate Course in Swedish Language
  9. Certificate Course in Finnish Language
  10. Certificate Course in Korean Language

ઉપરાંત, અન્ય નવી ભાષાઓના અભ્યાસક્રમો પણ શરુ કરવામાં આવશે.

Tags :
Advertisement
Advertisement