For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

Vivo T3 Smartphone ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે, જાણો તેની કિંમત અને ફીચર્સ…

02:29 PM Mar 16, 2024 IST | Chandresh
vivo t3 smartphone ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે  જાણો તેની કિંમત અને ફીચર્સ…

Vivo T3 launch; મહિનાના 15 દિવસ વીતી ગયા અને હજુ પણ કંપનીઓ ભારતમાં એક પછી એક સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. તાજેતરમાં જ Realme Narzo 70 Pro 5G ની લૉન્ચ તારીખ જાહેર (Vivo T3 launch) કરવામાં આવી હતી.જે 19 માર્ચે ઇન્ડિયામાં લોન્ચ થશે.આ રેસમાં Vivo પણ નવો ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

Advertisement

Vivo T3 ભારતમાં લોન્ચ થવાની તારીખ
Vivo T3ની લોન્ચિંગ તારીખ જાહેર થઈ ગઈ છે. તેમજ લોન્ચ પહેલા ફોનની કિંમત અને ફીચર્સ પણ લીક થઈ ગયા છે. આ ફોન ભારતમાં 21 માર્ચે લોન્ચ થશે. તમને જણાવી દઈએ કે Vivo T3 સ્માર્ટફોન Vivo T2 નું અપગ્રેડ થવા જઈ રહ્યું છે, જે ગયા વર્ષે લગભગ રૂ.15,999ની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. લીક થયેલા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે Vivo T3ની કિંમત પણ આ જ હશે.

Advertisement

Advertisement

Vivo T3 ટીઝર વિડિઓ
કંપનીએ અત્યાર સુધીમાં Vivo T3ના ઘણા ટીઝર શેર કર્યા છે. આ સ્માર્ટફોન ક્રિસ્ટલ ફ્લેક કલરમાં આવવા જઈ રહ્યો છે, જે પાછળના ભાગમાં ક્રિસ્ટલ કટ પેટર્ન સાથે સફેદ અને લીલા રંગમાં જોવા મળે છે. ટીઝર એ પણ બતાવે છે કે સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હશે. કંપની Vivo T3માં ટર્બો ચાર્જ ટેક્નોલોજી રજૂ કરશે, એટલે કે આ ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.

44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે
કંપનીએ હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે સ્માર્ટફોનમાં કેટલા વોટનો ફાસ્ટ ચાર્જ સપોર્ટ મળશે. લીક્સ અનુસાર, Vivo T3માં 44W ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ થઈ શકે છે. આ ફોન ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોનની એક માઈક્રોસાઈટ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ ફોન 20 હજાર રૂપિયાની કિંમતની રેન્જમાં ગેમર્સ માટે બેસ્ટ ફોન બનવા જઈ રહ્યો છે કારણ કે ફોનમાં 4 લેયર કૂલિંગ સિસ્ટમ હશે.

Advertisement

Vivo T3 સુવિધાઓ
મીડિયાટેક ડાયમેન્સિટી 7200 ચિપસેટ Vivo T3 માં ઉપલબ્ધ થશે, જે કંપની 8 GB રેમ અને 256 GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે ઓફર કરશે. સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 1,800 nits પીક બ્રાઇટનેસ સાથે 6.67-ઇંચની પૂર્ણ HD+ ડિસ્પ્લે હશે.

Vivo T3 કેમેરા ફીચર્સ
ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. રિપોર્ટ અનુસાર, Vivo T3 નો પ્રાઈમરી કેમેરો 50-MP નો હશે અને તે 2-મેગાપિક્સલ બોકેહ લેન્સ સાથે આવશે.આ ફોનમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.

Tags :
Advertisement
Advertisement