Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ખતરનાક પહાડી રસ્તાઓ પર બાઇક ચલાવતી મહિલાઓને જોઇને તમારો જીવ અધ્ધર થઈ જશે- જુઓ વિડીયો

07:11 PM Mar 29, 2024 IST | V D

Viral video: ઘણા સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વારંવાર વાયરલ થાય છે જેમાં મહિલાઓ ખૂબ જ વિચિત્ર રીતે બાઇક અથવા કાર ચલાવતી જોવા મળે છે.ત્યારે પહાડી વિસ્તારોમાં બે મહિલાઓ બાઈક ચલાવતી જોવા મળી રહી છે.જે વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ(Viral video) થયો છે.

Advertisement

વિડીયો જોઈને ઉડી જશે હોશ
હાલમાં થયેલો વાયરલ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે છોકરીઓ એક પહાડી વિસ્તારમાં બાઇક પર જોવા મળી રહી છે. રસ્તાઓ ખૂબ જ જોખમી છે. પરંતુ બંને છોકરીઓ અલગ-અલગ બાઇક પર સાંકડા અને જોખમી રસ્તાઓ પરથી બાઈક હંકારવવાનું કરે છે.આ રસ્તો એટલો ખતરનાક છે કે પગપાળા જનાર વ્યક્તિ પણ અહીં પગ મૂકતા અચકાય છે. આવા ખતરનાક રસ્તા પર બાઇક ચલાવતી એક મહિલા અમુક સામાન લઈને જતી જોવા મળે છે. વીડિયોમાં એક જગ્યાએ બે મહિલાઓ બાઇક સાથે સામસામે આવે છે. પરંતુ બંને મહિલાઓ એકબીજાને ખૂબ જ સરળતાથી પસાર કરે છે.

Advertisement

લોકોએ આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અર્થટેલ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 2,50,000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને 80 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તો વાયરલ થતા એક જ વીડિયો પર લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી છે. વાયરલ વીડિયો વિશે એક યુઝરે લખ્યું કે આ એવા પુરૂષો માટે છે જે હસે છે અને મહિલાઓનું સન્માન નથી કરતા. અન્ય એક યુઝરે લખ્યું- આ લોકો જ ખરા જોખમી ખેલાડી છે. બાકીના યુઝર્સે લખ્યું છે કે પહાડી લોકો ખૂબ જ મહેનતુ છે.

Advertisement
Advertisement
Tags :
Next Article