For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મણિપુરમાં વધુ એક વાર હિંસાનું તાંડવ: ઈન્ટરનેટ શરૂ થતાની સાથે જ ફરી વખત ભડકે બળ્યું... હિંસામાં 13 લોકોના મોત

05:22 PM Dec 04, 2023 IST | Dhruvi Patel
મણિપુરમાં વધુ એક વાર હિંસાનું તાંડવ  ઈન્ટરનેટ શરૂ થતાની સાથે જ ફરી વખત ભડકે બળ્યું    હિંસામાં 13 લોકોના મોત

MANIPUR VIOLENCE UPDATE NEWS: મણિપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં 7 મહિના પછી ઈન્ટરનેટ શરૂ થતાની સાથે જ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આજરોજ સોમવારે બપોરે અહીં બનેલી હિંસાની(MANIPUR VIOLENCE UPDATE) તાજેતરની ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બપોરના સુમારે તેંગનોપલ જિલ્લાના સૈબોલ નજીક લેતિથુ ગામમાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.

Advertisement

Advertisement

તમને જણાવી દઈએ કે, મણિપુરના હિંસા(MANIPUR VIOLENCE UPDATE) પ્રભાવિત વિસ્તારોમાં છેલ્લા સાત મહિનાથી ઈન્ટરનેટ પ્રતિબંધ હતો, જેને સરકારે રવિવારે હટાવી દીધો હતો. હિંસાની આ તાજેતરની ઘટના ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવ્યાની સાથે જ પ્રકાશમાં આવી છે.

Advertisement

સુરક્ષા દળોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, “નજીકની સુરક્ષા દળો આ સ્થળથી લગભગ 10 કિમી દૂર હતા. "એકવાર અમારા દળો આગળ વધ્યા અને સ્થળ પર પહોંચ્યા, તેમને લીથુ ગામમાં 13 મૃતદેહો મળ્યા." સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, મૃતદેહો પાસે કોઈ હથિયારો મળ્યા નથી.

Advertisement

એક અધિકારીએ જણાવ્યું હતું કે, "મૃતકો લેથુ વિસ્તારના નહીં પણ કોઈ અન્ય સ્થળેથી આવ્યા હોય તેવું લાગે છે." પોલીસ કે સુરક્ષા દળોએ મૃતકોની ઓળખની પુષ્ટિ કરી નથી. આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે, મણિપુર 3 મેથી મેઇતેઈ અને કુકી વચ્ચેના વંશીય સંઘર્ષથી ઘેરાયેલું છે. આ અથડામણમાં ઓછામાં ઓછા 182 લોકો માર્યા ગયા છે અને લગભગ 50,000 લોકો બેઘર થયા છે. હિંસાને જોતા 3 મેથી સમગ્ર મણિપુરમાં ઈન્ટરનેટ(MANIPUR VIOLENCE UPDATE) સેવાઓ સ્થગિત છે. 23 સપ્ટેમ્બરના રોજ તેને થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યો હતો, પરંતુ 26 સપ્ટેમ્બરના રોજ ફરીથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતેઇ સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

Tags :
Advertisement
Advertisement