For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નશામાં ધૂત પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ: અમદાવાદ કારમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો પોલીસ

04:56 PM Feb 20, 2024 IST | V D
નશામાં ધૂત પોલીસકર્મીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ  અમદાવાદ કારમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો પોલીસ

Drunk Policeman: આજે ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો હોઈ તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કારણકે એક પોલીસકર્મી દારૂ(Drunk Policeman) પીધેલી હાલતમાં સફેદ કલરની કારમાં ઊંઘતો ઝડપાયો છે.મળતા અહેવાલ પ્રમાણે આનંદનગર રોડની સાઈડમાં કાર પાર્ક કરી મસ્ત મજાની પોલીસ કર્મી ઊંઘ માણતો નજરે પડ્યો હતો.

Advertisement

પોલીસકર્મીનો દારૂની બોટલ સાથે વીડિયો સામે આવ્યો
દારૂબંધીનું પાલન કરાવતા પોલીસકર્મી જ દારૂ સાથે ઝડપાય તેવા અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આનંદનગર રોડ પર પોલીસકર્મીનો દારૂની બોટલ સાથે વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસકર્મી સફેદ કલરની ગાડીમાં દારૂની બોટલ સાથે ઊંઘતો ઝડપાયો છે. ગાડીમાં આગળ પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી રહી છે. સીટ પર દારૂની બોટલ સાથે દારૂ પીધેલી હાલતમાં જ પોલીસકર્મી સૂતો હોવાની શંકા છે. આનંદનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું
આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરજ બનાવનારે પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું,કે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગાડીમાં સૂતેલો શખસ અગાઉ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પોલીસ વિભાગમાં હડકંપ
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવા લક્ષણો ધરાવતા પોલીસ કર્મીની અટકાયત કરવામાં આવી છે.આ મામલે પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ખાખી વર્ધીને બદનામ કરતા હોય તેવા પોલીસ કર્મીના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement