For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

CMને કોમન મેનનો(CM) ખુલ્લો પત્ર- સી આર પાટીલને મુખ્યપ્રધાન બનવાના અભરખા છે તો જનતા શુ કામ ભોગ બને?

05:26 PM Apr 13, 2021 IST | Vandankumar Bhadani
cmને કોમન મેનનો cm  ખુલ્લો પત્ર  સી આર પાટીલને મુખ્યપ્રધાન બનવાના અભરખા છે તો જનતા શુ કામ ભોગ બને

પ્રતિ, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી,
થોડાક દિવસ અગાઉ કોરોનાની સ્થિતી વકરી ત્યારે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ શ્રી જંયતી રવિએ સુરત આવી સુરતના શાસકો અને વહિવટીતંત્ર સાથે કોરોનાની વકરતી પરસ્થિતી સંદર્ભે મિટિંગ કરેલ હતી.

Advertisement

મિટિંગ પૂર્ણ કર્યા બાદ CM વિજયભાઈ રુપાણીએ સુરત સરકારી હોસ્પિટલમાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરેલી કે બે દિવસમાં 3 લાખ રેમેડેસિવીર ઈન્જેક્શનનો ઓર્ડર આપી દિધો છે અને ઈન્જેક્શનો ટુંક સમયમાં જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ જાહેરાતથી ઈન્જેક્શનો માટે વલખા મારતા લોકોએ હાશકારો અનુભવ્યો અને લોકોએ CMના આ નિર્ણયને વધાવી લીધો. પણ મારું પર્સનલ માનવું છે કે, વિજય રુપાણીને મળેલી વાહવાહીથી સી.આર.પાટીલના પેટમાં તેલ રેડાયુ એટલે તેમણે ઈન્જેક્શનનો જે સ્ટોક સરકાર તરફથી આવવાનો હતો ત્યાં અડચણ કરીને સત્તાના ઉપયોગથી સરકારી સ્ટોક પોતે પોતાના કબજામાં કરી લીધો અને પોતાની વાહવાહી મેળવવા માટે તેમજ સી.એમ.રુપાણી અને વહિવટી તંત્ર કરતા એક ડગલું આગળ છે એવું બતાવવા અને સાબીત કરવા માટે સુરતની સિવીલ હોસ્પિટલમાં પહોંચીને એવી જાહેરાત કરી દિધી કે રેમેડેસિવીર ઈન્જેકશન માટે ભાજપનો સંપર્ક કરવો. આમ વિજયભાઈ રૂપાણીને નીચા બતાવવા આવી હરકત કરી અને તેનો ભોગ સુરતની જનતા બની.

Advertisement

ઈન્જેક્શનની આ આખી લડાઈ ભાજપ સંગઠન અને સરકાર વચ્ચેની છે જેમાં સામાન્ય માણસ હેરાન-પરેશાન થઇ રહ્યો છે. મને ભાજપના અંદરના વ્યક્તિઓ પાસેથી જાણવા મળ્યા મુજબ સી.આર.પાટીલને હવે પ્રદેશ અધ્યક્ષમાંથી CM બનાવાના અભરખા જાગ્યા છે. પાટીલને CM બનવા માટે સૌ પ્રથમ રૂપાણીને નીચા દેખાડવા અને કોરોના મહામારીને કન્ટ્રોલ કરવામાં રુપાણી નિષ્ફળ રહ્યા છે એવું ભાજપ મોવડી મંડળ પાસે સાબિત કરવું જરૂરી બને છે માટે રૂપાણીને નિષ્ફળ સાબિત કરવા સી.આર.પાટીલે આખો ગેમ પ્લાન કરેલ છે. હવે મુખ્યપ્રધાન રૂપાણી એ આ ઇન્જેકશનો ક્યાંથી લાવ્યા તે નિષ્પક્ષ તપાસ કરાવીને સી આર પાટીલ અને હર્ષ સંઘવીને આ ઇન્જેક્શન ક્યાંથી મળ્યા તે બહાર લાવવું જોઈએ જેથી ગુજરાતીઓને પોતાના સંવેદનશીલ મુખ્યમંત્રી પર ભરોસો થાય.

મારું પર્સનલ માનવું છે કે, સત્તા મેળવવાના આ વિકૃત અને રાક્ષસી ખેલમાં સી.આર.પાટીલ ગેંગમાં બીજા એક વ્યક્તિ હર્ષ સંઘવી સામેલ છે. ભાજપના જ માણસોના જણાવ્યા મુજબ જો સી.આર.પાટીલ મુખ્યમંત્રી બને તો હર્ષ સંઘવીને આરોગ્યમંત્રી બનવાના અભરખા જાગ્યા છે. આમ પણ હાલના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ સુરત જ ત્યારે કુમાર કાનાણીને નિષ્ફળ અને નિષ્ક્રિય સાબિત કરી પોતે હર્ષ સંઘવી જ સુરત અને ગુજરાતના લોકોના હામી હોય એમ મીડીયામાં બુમ-બરાડા પાડી વિરોધ પક્ષના વિરોધમાં પણ બેફામ આરોપો લગાવી પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવીને આરોગ્યમંત્રી કરતા હું વધારે સક્રીય છું એવું દેખાડવાની હરકત કરે છે.

Advertisement

કોરોના મહામારીમાં પણ આ પ્રકારનુ ગદું રાજકારણ, સત્તા મેળવવાનાની આંતરિક હરીફાઈ અને પોતાના અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે ભાજપનો જ અદંરનો વિખવાદ, અને જુથવાદનો સીધો ભોગ ગુજરાતનો સામાન્ય માણસ બની રહ્યો છે. સી.આર.પાટીલ પોતે રૂપાણીને નિષ્ફળ દર્શાવી મુખ્યમંત્રી બનવા અને હર્ષ સંઘવી પોતે કુમાર કાનાણીને નિષ્ક્રિય સાબિત કરી પોતે આરોગ્યમંત્રી બનવા માટે સુરતના લાખો લોકોની જિંદગી દાવ ઉપર લગાડી છે.

દર્દીઓના સગા-સંબધીઓ દવા, સારવાર, બેડ, ઓક્સિઝન અને વેન્ટીલેટર માટે ભટકી રહ્યા છે ને પોતાના સ્વજનને બચાવાવા માટે કરગરી રહ્યા છે ત્યારે ભાજપના સી.આર.પાટીલ તેમજ હર્ષ સંઘવી જેવા સત્તા લાલચુ અને સ્વાર્થી લોકો પોતાના હલકા રાજકારણમાંથી બહાર આવે અને સાચા લોકસેવક બને એવી પ્રભુ ને પ્રાથઁના…🙏🏻 કોરોના મુક્ત ગુજરાત જોવા માંગતો એક ગુજરાતી CM- કોમન મેન- વંદનકુમાર ભાદાણી(Vandankumar Bhadani)

Tags :
Advertisement
Advertisement