For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભાજપની મોટી કવાયત: આજથી ગુજરાતમાં વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ, અંદાજિત 51 આદિજાતિ તાલુકાને સાંકળી લેવાશે

12:03 PM Jan 18, 2024 IST | Chandresh
ભાજપની મોટી કવાયત  આજથી ગુજરાતમાં વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ  અંદાજિત 51 આદિજાતિ તાલુકાને સાંકળી લેવાશે

Van Setu Chetna Yatra: લોકસભાની ચૂંટણી પહેલા હવે આદિવાસી વૉટબેંકને લઈ ભાજપે એક મોટી શરૂવાત કરી છે. આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા"(Van Setu Chetna Yatra)નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હાથે આજે એટલે કે તારીખ 18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા 'જાનકી વન' ખાતેથી શરૂવાતકરવામાં આવશે.

Advertisement

આ યાત્રામાં રાજ્યના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ કરવામાં આવશે.

Advertisement

Advertisement

આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિવાસી તાલુકાના ગામોમાં અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી કરવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ સાથે સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement