For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વલસાડમાં લગ્નમાં ચોરી કરતી ગેંગ સક્રિય... શરણાઇઓ વચ્ચે 23 તોલા સોનાના દાગીના ભરેલું બેગ ઉઠાવી રફુચક્કર

06:04 PM Dec 12, 2023 IST | Dhruvi Patel
વલસાડમાં લગ્નમાં ચોરી કરતી ગેંગ સક્રિય    શરણાઇઓ વચ્ચે 23 તોલા સોનાના દાગીના ભરેલું બેગ ઉઠાવી રફુચક્કર

23 tola gold stolen at a wedding in Valsad: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે.એક તરફ લગ્ન દરમિયાન લોકો પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યા છે તો બીજી તરફ લગ્નમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે લગ્નમાંથી ચોરી થતી એક ઘટના વલસાડથી સામે આવી છે. વલસાડના ઉમરગામના એક ગામમાં લગ્ન વિધિ દરમિયાન 23 તોલા સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ(23 tola gold stolen at a wedding in Valsad) થઇ જતાં દોડધામ મચી ગઇ હતી.

Advertisement

આ અંગે વિગતવાર મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નાહુલીગામ ખાતે ક્વોરીના સંચાલકની દીકરીના લગ્ન મંડપમાં લગ્નની શરણાઈઓ વાગી રહી હતા અને આ બધાની વચ્ચે એક ગઠિયો તકનો લાભ લઇને લગ્ન મંડપમાંથી સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ કરી ગયો હતો. વર અને કન્યા પક્ષના સભ્યોની નજર ચૂકવી અજાણ્યો ઈસમ કન્યાના સોનાના ઘરેણાં ભરેલી બેગ લઈ ફરાર થયો હતો. લગ્ન વિધિ દરમ્યાન કન્યાને પહેરાવવા મંગળ સૂત્ર લેવા બેગની શોધખોળ કરતા બેગ મળી ન હતી. ઘર આગળ લગાવેલા CCTV ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. રાજેશ પટેલે બનાવ અંગે ભિલાડ પોલીસની ટીમને જાણ કરતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

ક્વોરીના સંચાલક રાજેશભાઈ મોહનભાઈ પટેલને ત્યાં 10મી ડીસેમ્બરની રાત્રીએ તેમની પુત્રી એકતાનાં લગ્ન હતા. વાપીનાં ચલામાં રહેતા રામચંદ્ર પટેલનાં પુત્ર ચિરાગ રાત્રિના નવ વાગ્યા બાદ જાન લઈને મંડપમાં પહોંચ્યા હતા. રાજેશભાઇ પટેલે લગ્ન મંડપ પાસે જાનનું ભવ્ય સ્વાગત કરી જાનને આવકાર્યા હતા. મહેમાનો, મિત્રો વર્ગ અને જાનૈયા ભોજન લેવામાં અને વર અને કન્યા પક્ષના પરિવારના સભ્યો લગ્નની વિધિઓમાં વ્યસ્ત થયા હતા. જ્યારે વર અને કન્યાનાં લગ્ન વિધિનો મહારાજે પ્રારંભ કર્યો હતો. લગ્ન પુરા થતા આતશબાજી થઈ હતી. ત્યાર બાદ કન્યા દાનની વિધિ પૂર્ણ થઈ હતી.

Advertisement

લગ્ન કરાવી રહેલા મહારાજ દ્વારા કન્યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્યા ઉપર મળી ન હતી. રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ લગ્ન મંડપ અને આજુબાજુના વિસ્તારમાં કન્યાના સોનાના ઘરેણાં ભરેલી બેગની શોધખોળ કરી હતી. પરંતુ બેગ ન મળતાં કંઈ લગ્ન મંડપમાંથી સોનાના ઘરેણાં ભરેલી બેગની ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા ઉદ્યોગપતિનાં ઘરે લાગેલા CCTV ચેક કરતા સૂટ બૂટમાં આવેલો અજાણ્યો ઈસમ જાનૈયા અને રાજેશભાઇના પરિવારના સભ્યોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને અજાણ્યો યુવક રફુચક્કર થતો દેખાયો હતો.

બેગમાં કન્યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા. જેનું અંદાજિત વજન 23 તોલાનાં સોનાના ઘરેણાં હતા. જેની કિંમત રૂ.7.89 લાખની કિંમતના ઘરેણાં ચોરી થાય હતા. રાજેશભાઇ પટેલે બનાવ અંગે ભિલાડ પોલીસને જાણ કરતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ભિલાડ પોલીસે LCB, SOGની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ભિલાડ પોલીસ મથકે રાજેશભાઇ પટેલે અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભિલાડ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement