For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મરદના ફાડિયા બન્યા ભાજપના નેતા: અધિકારીઓના પાપે જ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ થયો

02:39 PM May 26, 2024 IST | admin
મરદના ફાડિયા બન્યા ભાજપના નેતા  અધિકારીઓના પાપે જ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ થયો

હાલમાં દેશ અને દુનિયામાં રાજકોટમાં લાગેલી ભીષણ ( rajkot gamezone fire) આગને કારણે આહાકાર મચ્યો છે. ત્યારે હંમેશની જેમ તંત્ર અને સરકાર દ્વારા એક જ નિવેદન અપાતું હોય છે કે, કડક પગલાં લેવામાં આવશે, કોઈ ચમરબંધી છોડાશે નહીં. પરંતુ કોઈ સત્તા પક્ષના નેતા ક્યારેય ઘટનાઓના જવાબદાર અધિકારીઓ કે અન્ય નેતા સામે આંગળી ચિંધતા નથી. ત્યારે રાજકોટ ઘટના બાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ (Vajubhai Vala Rajkot) પોતાના બેબાક અંદાજમાં ચુપ નહીં રહેવાનું પસંદ કર્યું છે.

Advertisement

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં મૃત્યુ આંક 45 સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ પ્રતિક્રિયાઓ આપી છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ (Vajubhai Vala Rajkot) આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે, રાજકોટ માટે આ ખૂબ દુઃખદ અને કલંકિત દિવસ છે. રાજકોટ મહાનગરપાલિકાએ ભૂલ સ્વીકારવી પડશે. અધિકારીઓના પાપે જ આ અગ્ની કાંડ થયો છે.

Advertisement

વધુમાં વજુભાઈ વાળા જણાવે છે અને રાજકોટ મહાનગરપાલિકાની નિષ્કાળજી રહી છે. કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઈએ. મહાનગરપાલિકાએ ભૂલ સ્વીકારવી જોઈએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે. જિંદગીમાં થયેલી ભૂલની કબુલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન થયા જ કરશે. અધિકારીઓ સામે પણ પગલાં લો. આપણે એવું ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઈ રોલ નથી પરવાનગી નહોતી આપી તોય ત્યાં ગેમઝોન હતું, તો તમે ધ્યાન શું રાખ્યું?

Advertisement

ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે એફઆઇઆર દાખલ કરી છે અને છ થી વધુ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. ત્યારે આ એફઆઇઆર માં હજુ સુધી કોઈ અધિકારીઓનું નામ લેવામાં આવ્યું નથી. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement