For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

Vagh Baras 2023 Shubh Muhurat: આ વર્ષે વાઘ બારસ ક્યારે ઉજવાશે? જાણો તારીખ અને શુભ મુહૂર્ત

02:07 PM Nov 01, 2023 IST | Dhruvi Patel
vagh baras 2023 shubh muhurat  આ વર્ષે વાઘ બારસ ક્યારે ઉજવાશે  જાણો તારીખ અને શુભ મુહૂર્ત

Vagh Baras 2023 Shubh Muhurat: ભારતીય હિંદુ સંસ્કૃતિના દિવાળી તહેવાર પહેલા વાઘ બારસ આવે છે. ઘણા રાજ્યોમાં તેને 'વત્સ દ્વાદશી' કહેવામાં આવે છે અને આ દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને 'વાઘ બારસ' કહેવામાં આવે છે. દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. દ્વાદશી વ્રતનું (Vagh Baras 2023) પર્વ શુભ છે. આ દ્વાદશીના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. વાછરડાને ગાયનું નાનું બાળક કહેવાય છે અને ગોવત્સનો અર્થ ગાયનું બાળક પણ થાય છે.

Advertisement

દિવાળી વાઘ બારસથી ભાઈ દૂજ સુધી પાંચ દિવસ ચાલે છે. વાઘ બારસને દિવાળીનો પહેલો દિવસ માનવામાં આવે છે અને આ દિવસ ગાયની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર શ્રી વલ્લભ કૃષ્ણા નદીમાં અદૃશ્ય થઈ ગયા. કેટલીક જગ્યાએ તેને ગુરુ અથવા ગોવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 'ગૌ' શબ્દ ગાયને સૂચવે છે, જ્યારે 'વત્સ' શબ્દ વાછરડાને સૂચવે છે. ત્યારે આ વર્ષે 9 નવેમ્બર 2023ના રોજ વાઘ બારસની ઉજવણી કરવામાં આવશે. ભારત અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Advertisement

વાઘ બારસ 2023 તારીખ અને (Vagh baras mahurat) મુહૂર્ત:

વાઘબારસ તિથિ - 09 નવેમ્બર 2023, ગુરુવાર
પ્રદોષ કાળ વાઘ બારસ મુહુર્ત - 10.04 PMથી 12.34 PM સુધી
દ્વાદશી તિથિ શરૂ - 09 નવેમ્બર 2023ના રોજ 10.04 PM
દ્વાદશી તિથિ સમાપ્ત - 10 નવેમ્બર 2023 ના રોજ 12.34 PM

Advertisement

આ દિવસે લોકો સંપૂર્ણ ભક્તિ સાથે વાઘ બારસ અથવા ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે એક દિવસનું વ્રત રાખે છે. મહિલાઓ દિવસમાં એક જ ભોજન લેવાના કડક નિયમનું પાલન કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘઉં અને દૂધની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેમનું સેવન ન કરવું જોઈએ.આ ઉપરાંત વાઘ બારસને વાક બારસ, વાઘ બારસ અથવા વસુ બારસ વિગેરે નામોથી ઓળખવામાં આવે છે.આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી એટલે જ આ દિવસે વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પૂજન કરવાનો મહીમા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement