For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વડોદરા હરણી તળાવ દુર્ઘટના: 10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો! તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા

11:50 AM Feb 04, 2024 IST | V D
વડોદરા હરણી તળાવ દુર્ઘટના  10 દિવસે આપવાનો રીપોર્ટ 16માં દિવસે પણ અધુરો  તપાસ રિપોર્ટ માટે કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસ માગ્યા

Vadodara Harni Lake Tragedy: વડોદરાના હરણી લેકઝોન ખાતે ઘટેલ ગોઝારી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે આ મામલે 10 દિવસમાં તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સોંપવાના કડક આદેશ આપવામાં આવ્યા હતા. આમ છતાં પણ આજે દુર્ઘટનાના 16 દિવસ વીતી ગયા હોવા છતાં કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ કરવામાં આવતા હજુ સુધી સરકારને રિપોર્ટ(Vadodara Harni Lake Tragedy) સુપરત કરવામાં આવ્યો નથી.

Advertisement

હર્ષ સંઘવીએ 10 દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા આપ્યા હતા આદેશ
દુર્ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 10 દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. જોકે રિપોર્ટ તૈયાર નહીં થતાં કલેક્ટરે અગાઉ 5 દિવસનો સમય માગ્યો હતો. જેની અવધિ પૂર્ણ થયા બાદ તપાસ હજુ ચાલી રહી હોવાથી વધુ 4 દિવસના સમયની માગણી કરવામાં આવી છે. આ અંગેે કલેક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ભલે બદલી થઈ ગઈ હોય પણ રિપોર્ટ આપ્યા બાદ જ હું વડોદરા કલેકટરનો ચાર્જ છોડીશ.

Advertisement

કલેક્ટર એબી ગોરની બદલી કરાઈ છે
ગૃહમંત્રીના આદેશ બાદથી કલેક્ટર દ્વારા ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી દેવામાં આવી હતી. જેમાં અપાયેલા સમયગાળામાં રિપોર્ટ તૈયાર ન થતાં તેમણે સરકાર પાસે વધુ 5 દિવસની મુદત માગી હતી. જોકે હરણી બોટ કાંડના 15 દિવસ બાદ પણ તપાસ રિપોર્ટ તૈયાર નહીં થતાં કલેક્ટર દ્વારા સરકાર પાસે વધુ 4 દિવસની મુદત માગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર એબી ગોરની બદલી કરાઈ છે. તેમના સ્થાને હવે બીએ શાહને મૂકાયા છે.

Advertisement

દુર્ઘટનાનો આજે 16મો દિવસ
ગૃહ મંત્રીની સૂચના બાદ કલેક્ટર અતુલ ગોરેએ તપાસ ટીમ બનાવી તપાસ શરૂ કરાવી દીધી હતી. જેમાં 10 દિવસ બાદ રિપોર્ટ તૈયાર ન થતાં તેઓએ સરકાર પાસે 5 દિવસની મુદત માંગી હતી. જે આજે પૂરી થતાં 15 દિવસ બાદ પણ રિપોર્ટ તૈયાર ન થતાં કલેક્ટરે સરકાર પાસે વધુ 4 દિવસની મુદત માંગી છે.

શું છે સમગ્ર ઘટના?
શહેરની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણીમાં આવેલા મોટનાથ તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બોટ પલટી મારી ગઈ હતી અને આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. હજુ સુધી ઘણાં બાળકો અને શિક્ષકો લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement