Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

25નું ટોળું તલવારો સાથે ધસી આવ્યુ, હુમલો કરીને લઈ ગયા રોકડા- વડોદરામાં ભાજપ MLAના પેટ્રોલપંપ પર લૂંટ

03:51 PM Dec 27, 2023 IST | V D

Robbery at MLA's petrol pump: પેટ્રોલ પંપ પાર રાત્રીના સમયે કર્મચારી તેમજ લોકોની અવાર જવર ઓછી હોઈ છે ત્યારે વડોદરા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના પુત્રના પેટ્રોલ પંપ પર એક લૂંટની ઘટના સામે આવી હતી.ગતરાત્રે ખોડિયારનગર પાંજરાપોળ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર હત્યાનો પ્રયાસ અને લૂંટની ઘટના સામે આવી હતી.જેમાં લૂંટના ઇરાદે આવેલા આરોપીઓએ પેટ્રોલપંપ( Robbery at MLA's petrol pump ) પરથી રોકડ રકમની લૂંટ કરી હતી અને ત્યારબાદ સુપર વાઇઝરે રૂપિયા પરત માગતા બીભત્સ ગાળો આપી હતી. તેમજ અન્ય માણસોને બોલાવી પ્લાસ્ટિકની પાઈપ અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનાની જાણ હરણી પોલીસને થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

કઈ રીતે બની ઘટના?
વડોદરાના ન્યૂ વીઆઈપી રૉડ પર આવેલા શૈલેષ સોટ્ટાના જિઓના પેટ્રૉલ પમ્પ ચીકલીગર ગેન્ગની ટોળકી ત્રાટકી હતી. આ ગેન્ગના 20 થી 25 સભ્યો પેટ્રૉલ પમ્પ પર ખુલ્લી તલવારો અને પાઇપો સહિતના હથિયારો સાથે અલગ-અલગ બાઇકો પર ધસી આવી હતી. આ ગેન્ગે પેટ્રૉલ પમ્પના કર્મચારીઓ પર હુમલો કરીને 80 થી 90 હજાર ઝૂંટવી લીધા હતા. આ દરમિયાન કેટલાક કર્મચારીઓને ઇજા પહોંચી હતી, જેમને સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ લૂંટ અને મારામારીના ઘટના હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી.

ઘટનામાં પોલીસે કરી આરોપીની ધરપકડ
પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાં બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે પોતાની અલગ અલગ ટિમો બનાવી તાપસ હાથ ધરી ગણતરીના કલોકમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તો અન્ય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારનો કોર્ડની કરી તમામ એન્ટ્રી પોઈન્ટ પર આવતા જતા તમામ વાહનોનું ચેકીગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી 3 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું
સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં હાઈવોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Next Article