For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

IPL શરુ થાય એ પહેલા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સટોડીયો પકડાયો

03:58 PM Mar 22, 2024 IST | Vandankumar Bhadani
ipl શરુ થાય એ પહેલા સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સટોડીયો પકડાયો

IPL ની સીઝન નજીક આવી રહી છે અને સટોડિયા ઓ એક્ટીવ થાય એ પહેલા સુરત પોલીસ (Surat Utran Police) એક્ટીવ થઇ જતા ઉતરાણ પોલીસ ને સફળતા હાથ લાગ છે. ઉતરાણ પોલીસ સ્ટેશનમાં બાતમી મળેલ કે “મોટા વરાછા વી.આઇ.પી. સર્કલ પાસે એક ઇસમ પોતાના મોબાઇલ ફોનમા ક્રિકેટની ગેરકાયદેસર આઇ.ડી. રાખી ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબેટીંગનો રૂપીયા પૈસાનો હારજીતનો જુગાર રમી-રમાડી રહેલ છે.” જે આધારે મોબાઇલમા વેબસાઇડમા આઇ.ડી. બનાવી ઓનલાઇન , ક્રિકેટ, ફુટબોલ, ક્રિકેટ કસીનો, લાઇવ ગેમ, જેકપોટ જેવી ઓનલાઇન ગેમ્સોમાં રમતા સટ્ટાબેટીંગ કરતા યુવાનને પકડી પાડ્યો હતો.

Advertisement

ઉતરાણ પોલીસે ભગવાનભાઇ કનુભાઇ ભુવા ( ઉ.વ.૩૧ ધંધો- વેપાર રહે-એ/૧૬૫ રૂક્ષમણી સોસાયટી કારગીલ ચોક પાસે પુણાગામ સુરત શહેર મુળ વતન ગામ:-ખાભા તા.ખાભા જી.અમરેલી) નામના આરોપીને પકડી પાડીને પૂછપરછ અને ચેકિંગ કરતા અન્ય સાથીદારો અને સટ્ટો રમતા ઇસમોની ઓળખ થઇ હતી. જયારે ગોપાલ જાવીયા તથા અમરૂ ભમ્મર તથા ખેની નામના આઈડી ચલાવનારાઓને વોન્ટેડ આરોપી જાહેર કરાયા હતા. અને કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આરોપી પાસેથી પકડાયેલ મુદામાલ ની વાત કરીએ તો એક એપલ કંપનીનો સ્લીવર કલર આઇફોન- 14 મોબાઇલ ફોન કિં રૂ.૬૦,૦૦૦/- મત્તા તથા રોકડા રૂ. ૨૨,૦૦૦/- મળી આવ્યા હતા.

Advertisement

સટ્ટા બેટિંગને પકડવાની કામગીરી પો.ઇન્સ એ.ડી.મહંત તેમજ પો.સ.ઇ એ.આર.પાટીલ તથા એ.એસ.આઇ. દિલીપભાઇ દાનાભાઇ તથા અ.હે.કો. સુધીરભાઇ લાલજીભાઇ તથા અ.હે.કો ઘર્મેન્દ્રસિંહ ભરતસિંહ તથા અ.હે.કો. દશરથસિંહ મુળુભા, અ.પો.કો. મહેન્દ્રકુમાર અમૃતલાલ  અ.પો.કો. હરદેવસિંહ બળવંતસિંહ અ.પો.કો. રવિરાજસિંહ નિરૂભા નાઓએ ટીમવકૅથી કરેલ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement