For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વધતા તાપમાન સાથે વરસાદની આગાહી: આજે સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં માવઠું પડે તેવી શક્યતા

03:17 PM May 13, 2024 IST | Chandresh
ગુજરાતમાં વધતા તાપમાન સાથે વરસાદની આગાહી  આજે સાબરકાંઠા  મહીસાગર  અમદાવાદ સહિતના જિલ્લાઓમાં માવઠું પડે તેવી શક્યતા

Unseasonal Rain forecast: રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગાહી કરવામાં આવી રહી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતા (Unseasonal Rain forecast) વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, અમરેલી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, દીવ, મહીસાગરમાં વરસાદ પડશે.

Advertisement

હવામાનની આગાહી અનુસાર નર્મદામાં વરસાદ
નર્મદા જીલ્લાનાં ડેડીયાવાડાનાં અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનની આગાહી અનુસાર નર્મદામાં વરસાદ પડ્યો હતો. સરીબાર, કોકમ અનો મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Advertisement

પાક નિષ્ફળ થવાની ખેડૂતોને ભીતિ
ડાંગ જીલ્લાનાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાપુતારા, શામગહાન સહિત આજુબાજુનાં વિસ્તારોમાં બરફનાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બરફનાં કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાક નિષ્ફળ થવાની ખેડૂતોને ડર માહોલ છવાઈ ગયો છે. સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ વાતાવરણ પલટાથી ખુશનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

તારીખ 13 મે નાં રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
જ્યારે તારીખ 13 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Advertisement

ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
તારીખ 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement
Advertisement