For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતની પ્રથમ AI સજ્જ હોસ્પિટલ બની Universal Superspeciality Hospital- US થી આવ્યું ખાસ હાર્ટ લંગ મશીન

03:15 PM Dec 29, 2023 IST | admin
સુરતની પ્રથમ ai સજ્જ હોસ્પિટલ બની universal superspeciality hospital  us થી આવ્યું ખાસ હાર્ટ લંગ મશીન

आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥” ના સૂત્રને સાર્થક કરતી સુરતના ઉધના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલથી (Universal Superspeciality Hospital, Surat) ડાયમંડ નગરી, સિલ્ક સિટી અને બ્રિજ સિટી ઉપરાંત શહેરને મળશે નવી ઓળખ. આજ રોજ 54 લેવલ-3 નું વિશાળ ICU અને દક્ષિણ ગુજરાતની સૌ પ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફળ પ્રિ લોન્ચ પ્રેસ કોન્ફરેન્સ યોજાઈ હતી. ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ECMO (કૃત્રિમ હૃદય અને ફેફસા) ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24X7 કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ સેવામય રહેશે.

Advertisement

Advertisement

Universal Superspeciality Hospital હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેશનલ પલ્મોનોલોજી યુનિટ બૉન્કોસ્કોપી (EBUS) સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની GE-IGS 320 ઓટો રાઈટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાર્ટરનરી કેયર હોસ્પિટલ, અને અમેરિકા, જર્મન અને યુ.કેની એડવાન્સ રેડિયેશન ટેક્નોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર (મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ), ઇંફેસિયસ ડિઝીસેસની સુવિધાઓ ઉપરાંત 200 બેડની 200 ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્કેવર ફુટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત 24 મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે. જ્યાં AI (AI technology આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોળખાપણની સમસ્યાને ઉગારતી ફીટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાઈ કરાયા છે.

Advertisement

અહીં નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડીંગના નિર્માણથી શહેરમાં વિદેશી મેહમાનોની અવરજવર વધવાની સંભાવના છે. આજ સુધી શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઈલાજો સરળતાથી મળી રહેશે જે થી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે.

Advertisement

Tags :
Advertisement
Advertisement