For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન: સ્માશનમાં ઉતારો, વર અને વધૂ ફર્યા ઊંધા ફેરા; જાણો આ લગ્ન પાછળનું રહસ્યમય કારણ...

02:39 PM Apr 18, 2024 IST | V D
રાજકોટમાં યોજાયા અનોખા લગ્ન  સ્માશનમાં ઉતારો  વર અને વધૂ ફર્યા ઊંધા ફેરા  જાણો આ લગ્ન પાછળનું રહસ્યમય કારણ

Rajkot Marriage: કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા. રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડના પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખી વરરાજા સહિત જાનૈયા પરિવારને સ્મશાનમાં(Rajkot Marriage) ઉતારો આપી કુરિવાજોને તિલાંજલિ આપવા ઐતિહાસિક લગ્ન સમારોહ યોજ્યો હતો. આ લગ્નમાં કન્યા પક્ષના મોભીઓએ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું. વિજ્ઞાન જાથાની વિચારધારા ને અનુલક્ષીને લગ્ન કર્યા હતા.

Advertisement

કન્યા પક્ષના મોભીઓએ કાળા કપડા પહેરી જાનનું સ્વાગત કર્યું
આમ તો લગ્ન હોય ત્યારે કન્યા પક્ષ દ્વારા વર પક્ષની આગતા સ્વાગતતા માટે અલાયદી વ્યવસ્થા કરાતો હોય છે. જોકે રાજકોટના રામોદમાં અનોખા લગ્ન યોજાયા હતા. સ્મશાનમાં વરરાજા તમેજ જાનૈયા સહિત પરિવારને ઉતારો અપાયો હતો. કન્યા પક્ષના મોભીઓએ કાળા કપડા પહેરી જાનનું સ્વાગત કર્યું હતું. જાને સ્મશાનમાં ટૂંકા સમયમાં રોકાણ બાદ લગ્ન મંડપ સુધી વરઘોડો કાઢ્યો હતો.

Advertisement

મુહૂર્ત કે ચોઘડિયા વગર ઉંધા ફેરા ફર્યા
રામોદ ગામની યુવતી પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થયા છે. આજે કમર કોરડા ગામથી જાનનું રામોદમાં આગમન થયું હતું. રામોદ આવેલી જાનને કોઇ વાડીમાં નહીં પરંતુ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. મુહૂર્ત કે ચોઘડિયા વગર ઉંધા ફેરા સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.

Advertisement

કન્યા પક્ષ દ્વારા ભૂતપ્રેત બનીને કાળા વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા અને વરરાજાનું સ્વાગત કર્યું હતું. તેમજ વર-કન્યાએ સપ્તપદીના બદલે બંધારણના સોગંધ લીધા હતા. જૂની માન્યતાઓ અને અંઘશ્રદ્ધાને નાબૂદ કરવાનો એક અનોખો પ્રયાસ આ લગ્ન થકી કરવામાં આવ્યો હતો.

લગ્ન હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો
​​​​​​​વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને લગ્નપ્રસંગોમાં કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જે અશુભ માનવામાં આવે છે તે હલકી મનોવૃત્તિ છે, પણ એ હકિકત નથી. ત્યારે દ્રઢ મનોબળ કેળવાય તે આયોજન રાખવામાં આવ્યું હતું. મુહૂર્ત-ચોઘડિયા માનવીએ બનાવેલા છે.

Advertisement

કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કઈ લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય, સાથે લગ્નવિધિની સાચી હકિકત લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ લગ્ન હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

લગ્નનો સાચો અર્થ
આ પ્રસંગમાં જણાવવામાં આવ્યું કે, મુર્હુત-ચોઘડિયા માનવીએ બનાવેલ છે. જેમાં કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કોઈ લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવવા સાથે લગ્ન વિધિ સાચી હકીકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં કોઈ વાત માનવા ન માનવાનો બંધારણે સૌને અધિકાર આપ્યો છે, તે મુજબ સમગ્ર આયોજન કર્યું હતું.

યુવતીના પિતાના કહેવા મુજબ માન્યતાનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :
Advertisement
Advertisement