For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગરબા બન્યા વૈશ્વિક: UNESCO દ્વારા ગુજરાતના ગરબાને માનવતાની વૈશ્વિક ધરોહર જાહેર કરાયું

12:08 PM Mar 26, 2024 IST | Vandankumar Bhadani
ગરબા બન્યા વૈશ્વિક  unesco દ્વારા ગુજરાતના ગરબાને માનવતાની વૈશ્વિક ધરોહર જાહેર કરાયું

UNESCO Garba goes Global: ગરબાનું નામ પડે એટલે ગુજરાત યાદ આવી જ જાય, ત્યારે ગત ડીસેમ્બરમાં ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા  તરીકે દરજ્જોઆપવામાં આવ્યો હતો જેનું સર્ટીફીકેટ અને એવોર્ડ સન્માન DG/UNESCO, મેડમ ઓડ્રે અઝોલે દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે યુનેસ્કોમાં ભારતના રાજદૂત વિશાલ શર્મા અને ગુજરાતના ગૃહ અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની હાજરીમાં ગુજરાતને અર્પણ કર્યું હતું અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.

Advertisement

Advertisement

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આ સ્મારક સિદ્ધિ આપણા માનનીય પીએમ, શ્રી નરેન્દ્ર મોદી જીના અથાક પ્રયાસોનું પ્રમાણ છે. તેમના અતૂટ સમર્પણએ વૈશ્વિક મંચ પર ગરબાના મોહક ભવ્યતાનું પ્રદર્શન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, વિશ્વને ગુજરાતની ઉત્કૃષ્ટ સંસ્કૃતિના સાક્ષી બનવાની મંજૂરી આપી છે. સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ જીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગરબા ગુજરાતની ઓળખનો અવિભાજ્ય સાર બની રહે, આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ અને ઉન્નત બનાવવા માટે તેમના સતત પ્રયાસો નિમિત્ત બન્યા છે. દરેક ગુજરાતી વતી, આ શક્ય બનાવનાર તમામનો અમારા હૃદયપૂર્વક આભાર. જય જય ગરવી ગુજરાત!"

Advertisement

તાજેતરમાં યુનેસ્કો દ્વારા બૉત્સ્વાના ખાતે ગુજરાતની અસ્મિતાનું રૂડું ઘરેણું "ગરબા" ને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપીને 2023ના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી થઈ હતી. ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની 'અમૂર્ત ધરોહર' ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.

આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, "આદ્યશક્તિના પ્રખર ઉપાસક અને દેશના આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતનાં ગરબાની ઓળખ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બની છે; ગૌરવવંતા ગરબાની નામના વધી છે. ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવતા સાથે આરાધના, ભક્તિ અને નૃત્યનું ત્રિવેણી સમન્વય એવા "ગરબા"નું શિલાલેખ આપણાં સૌ માટે આ ધન્ય પળ છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યું એ લ મોદી સાહેબના "વિકાસ ભી, વિરાસત ભી" ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે."

Advertisement

Tags :
Advertisement
Advertisement