For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત

03:27 PM Feb 21, 2024 IST | V D
ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત

Bhavnagar Accident: રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તમામને સારવાર માટે ભાવનગર(Bhavnagar Accident) સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી બે યુવકોને મૃત જાહેર કર્યા હતા.જેના પગલે તેના પરિવારમાં આક્રન્દ છવાઈ ગયો છે.

Advertisement

ધુમ સ્ટાઇલે બાઇક ચલાવાનો ક્રેઝ
ભાવનગર નજીકના અનીલભાઇ છનાભાઇ માવરીયા (ઉ.વ.17), અજય છનાભાઇ માવરીયા (ઉ.વ.20) નિલેશભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.19) ત્રણેય યુવકો સીમંતનો પ્રસંગ પુરો કરી તણસા વાવડી ગામેથી સીદસર ગામે જતા હતા તે વેળાએ તળાજા નજીક આવેલ સાણોદરના પાટિયા પાસે રોડની સાઇડમાં પાર્ક કરેલ ટ્રકમાં ત્રણેય યુવકોની બાઇક ધડાકાભેર ઘુસી જતા અનીલભાઇ માવરીયા, નિલેશભાઇ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અજય માવરીયાને ગંભીર હાલતે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

Advertisement

અકસ્માતની ઘટના બનતા પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો
બનાવમાં આકાશભાઇએ જણાવ્યું હતું કે, તેમના પત્નિની તણસા વાવડી ગામે માતાજીના મઢે સીમંતવિધી રાખી હોય જ્યાંથી ત્રણેય યુવકો પરત સીદસર ગામે જતા હતા તે વેળાએ બનાવ બન્યો હતો. વધુમાં અનીલભાઇ માવરીયા, અને અજયભાઇ માવરીયા અને આકાશ માવરીયા ત્રણેય સગા ભાઇ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની ઘટના બનતા પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. ઘટનની જાણ ઘોઘા પોલીસને થતાં મૃતકને પી.એમ.અર્થે સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદસર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.જો કે વધુમાં ઉપરોક્ત બાઈક સવાર યુવક સાણોદરના પાટીયા પાસે આવેલ સર્વિસ રોડમાં અંદાજે 70 થી 80 કિલોમીટરની ઝડપે પોતાનુ બાઈક આગળના કોઈ વાહનને ઓવરટેક કરવા જતા બનાવ બન્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement