Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરતમાં ST બસ ફરી બની 'જીવલેણ': કાપોદ્રા ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકને કચડતાં ઘટનાસ્થળે જ મોત

04:42 PM May 08, 2024 IST | V D

Surat Accident: સુરતના કાપોદ્રા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે.એક યુવાન બાઈક લઈ એક યુવાન સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે બસ ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે બાદ આ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર(Surat Accident) થઇ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત
આ અંગે મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારમાં એક યુવક બાઈક લઈને પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા એસટી બસના ચાલકે બાઈકને અડફેટે લેતા તેને માથાના ભાગ સહીત અન્ય જગ્યાએ ગંભીર ઇજા પહોંચી હતી.જે બાદ યુવકનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોટ થયું હતું. જે બાદ આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા જેમને પોલીસ તથા 108ની ટીમને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

પરિવારના સભ્યોએ કર્યું હૈયાફાટ રુદન
પોલીસે અકસ્માતની નોંધ લઇ આ અંગે મૃતકના પરિવારને જાણ કરી હતી.ત્યારે મૃતકના પરિવારને આ અંગે જાણ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.તેમજ સુદબુદ ખોઈ તેમના પરિવારના સભ્યોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.તેમજ બસ ચાલક સામે ભારોભાર રોષ પણ જોવા મળયો હતો.ત્યારે પોલીસે લાશને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બસ મૂકીને ચાલક ફરાર
આ અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી બસ મુકીને જ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.આ અકસ્માત ની કરુણતા દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે.

Advertisement
Advertisement
Tags :
Next Article