For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભરૂચમાં હવસખોરોએ હદ વટાવી: નશાયુક્ત ઈન્જેક્શન આપીને બે બહેનો પર આચર્યું દુષ્કર્મ

12:33 PM Dec 08, 2023 IST | Dhruvi Patel
ભરૂચમાં હવસખોરોએ હદ વટાવી  નશાયુક્ત ઈન્જેક્શન આપીને બે બહેનો પર આચર્યું દુષ્કર્મ

Two sisters raped in Jambusar: ભરૂચના જંબુસરમાં હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે જ્યાં કાવી ગામે બે બહેનોનું નરાધમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી છે. જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોને 26 દિવસ પહેલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતો યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની ઈકો કારમાં ઉઠાવી ગયા હતા બાદમાં તેને નશાકારક ઇન્જેક્શન આપી તેની સાથે બળાત્કાર(Two sisters raped in Jambusar) કરવામાં આવ્યો હતો.

Advertisement

ઘટનાની વિગતવાર વાત કરીએ તો જંબુસરનો નઇમ પીડિત એક બહેનના પરિચયમાં હતો જેને ફોન કરી 20 અને 18 વર્ષની બંને બહેનોને 27 દિવસ પેહલા જંબુસર ફોન કરી બોલાવી હતી. જ્યાંથી ઇકો કારમાં નઇમ, યાસીન, માઝ અને અનસ ભરૂચ આવ્યા હતા.જે બાદ ભરૂચથી ડ્રગ્સ મેળવી તેઓ કાવી પોહચ્યા હતા.

Advertisement

કાવી ગામે સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં બંને બહેનોને લઈ જઈ આ દવા લેવાથી સારું લાગશે અને મઝા આવશે કહી યાસીને MD ડ્રગ્સના ઇન્જેક્શન આપ્યા હતા. આરોપીઓએ પોતે પણ આ ડ્રગ્સના ઇન્જેક્શનના ડોઝ લીધા બાદ યાસીન અને નઇમે બંને બહેનો પર બળાત્કાર ગુજાર્યો હતો.ઇન્જેક્શન આપતા માઝ નામના આરોપીએ ઉતારેલો વિડીયો વાયરલ કરતા સામે આવ્યો હતો.

Advertisement

નરાધમોની પોલીસે કરી ધરપકડ

કાવી પોલીસ મથકે ભોગ બનનાર બે બહેનો પૈકી એક બહેને ચારેય આરોપીઓ સામે નશાયુક્ત ઇન્જેક્શન આપ્યા બાદ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ આપી હતી ત્યારે આ મામલે જંબુસર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.તો બીજી તરફ ઝડપાયેલા બંને નસેડી દુષ્કર્મીઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, ડ્રગ્સના કારોબારમાં અન્ય કોણ સંડોવાયેલ છે. ડ્રગ્સ જાતે લીધા બાદ તેમજ બંને બહેનોને આપી આચરાયેલા દુષ્કર્મમાં વોન્ટેડ બંને આરોપી પણ સામેલ હતા કે નહીં. સહિતની તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાય હોવાનું PSI વૈશાલી આહિરે જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement