For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મૈનપુરીમાં પુરપાટ ઝડપે આવી રહેલાં ટ્રકે; ટ્રેકટર અને ટ્રોલી ટક્કર મારતા 4 મહિલાઓના કમકમાટી ભર્યા મોત, 18 ઘાયલ

11:56 AM Apr 20, 2024 IST | V D
મૈનપુરીમાં પુરપાટ ઝડપે આવી રહેલાં ટ્રકે  ટ્રેકટર અને ટ્રોલી ટક્કર મારતા 4 મહિલાઓના કમકમાટી ભર્યા મોત  18 ઘાયલ

Mainpuri Accident: મૈનપુરીમાં એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે રોડ કિનારે પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી.મળતી માહિતી મુજબ ટ્રેક્ટર-ટ્રોલીમાં કુલ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા.આ સમય દરમિયાન આ અકસ્માતમાં ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરી રહેલી ચાર મહિલાઓના(Mainpuri Accident) કરૂણ મોત નિપજ્યા હતા અને 18 લોકો ઘાયલ થયા છે.

Advertisement

4 લોકોના થયા મોત
અકસ્માતની મળતી માહિતી મુજબ, ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા પુરૂષ અને મહિલા નામકરણ સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ અકસ્માત ભોગગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટી રોડ પર થયો હતો.

Advertisement

કન્નૌજ જિલ્લાના છિબ્રામૌ પોલીસ સ્ટેશન વિસ્તારના કુબેરપુર ગામમાં રહેતા લોકો મૈનપુરી જિલ્લાના બિછવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં એક કાર્યક્રમમાં ટ્રેક્ટરથી આવ્યા હતા. અહીંથી આ લોકો તેમના ગામ કુબેરપુર પરત જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન, પોલીસ સ્ટેશન ભોગવ વિસ્તારમાં ટ્રેક્ટરના બેરિંગને નુકસાન થતાં, તેની લાઇટો જતી રહી, જેના કારણે ડ્રાઇવરે ટ્રેક્ટરને રોડની બાજુમાં પાર્ક કર્યું અને ટ્રેક્ટરના બેરિંગને રિપેર કરવાનું શરૂ કર્યું.

Advertisement

ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સૈફઈમાં મોકલવામાં આવ્યા હતા.
દરમિયાન પાછળથી આવતી એક બેકાબૂ ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું. આ દુર્ઘટનામાં લગભગ 18 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સૈફઈમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને મેનપુરીની જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પરિવાર શોકમાં ગરકાવ
મૃતકોની ઓળખ 42 વર્ષીય સંજય, 45 વર્ષીય કાંતિ દફેદાર, 48 વર્ષીય ફૂલન દેવી, 56 વર્ષીય દ્રૌપદીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.ત્યારે એક સાથે 4 લોકોના મોત થતા હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.તો બીજી તરફ તેમનો પરિવાર ઘેર શોકમાં ગરકાવ થયો છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement