For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પ્રજાસતાક દિને રેલીમાં નીકળેલા બાળકો પર પલટી ગયો ટ્રક - એક માસૂમનું મોત

06:00 PM Jan 26, 2024 IST | V D
પ્રજાસતાક દિને રેલીમાં નીકળેલા બાળકો પર પલટી ગયો ટ્રક   એક માસૂમનું મોત

Uttar Pradesh accident: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો. એવા અહેવાલ છે કે ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાયેલી રેલીમાં કેટલાક બાળકોએ ભાગ લીધો હતો. પરંતુ તે પછી શેરડીથી ભરેલી ઓવરલોડ ટ્રક કાબૂ બહાર જઈને આ બાળકો પર પલટી ગઈ હતી. રેલી કાઢી રહેલા બાળકોને આ ટ્રકે ટક્કર(Uttar Pradesh accident) મારી હતી. આ કરૂણ અકસ્માતમાં 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હતું અને અન્ય બે બાળકો ઘાયલ થયા હતા. જેમાંથી એક ઘાયલ બાળકની હાલત અત્યંત ગંભીર છે અને તેને મેરઠ રીફર કરવામાં આવ્યો છે.

Advertisement

સ્થાનિક ગ્રામજનો હાઈવે પર રેલી કાઢી રહ્યા હતા
હાપુડના સિંભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના સિખેડા ગામ પાસે નેશનલ હાઈવે 9 પર સવારે લગભગ 10:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. કેટલાક સ્થાનિક ગ્રામજનો પ્રજાસત્તાક દિન નિમિત્તે પોતપોતાના વાહનોમાં રેલી કાઢી રહ્યા હતા. ત્યારે શેરડીથી ભરેલી ઓવરલોડ ટ્રક ડિવાઈડર ઓળંગીને રેલી તરફ આવી હતી અને કાબુ બહાર જઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું અને ક્રેનની મદદથી શેરડીને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Advertisement

ડીએમએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
ઘટનાસ્થળે પહોંચતા જ ટોચના અધિકારીઓએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. પરંતુ આ અકસ્માતમાં સાકીબ નામના 18 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું જે સીખેડા ગામનો રહેવાસી હતો. જ્યારે સાકિબ સાથે બાઇક પર સવાર સોનુ અને આમિર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહેલા લોકોની ખુશીને શોકમાં ફેરવી દીધી હતી. ઘટનાની માહિતી આપતાં ઘટનાસ્થળે પહોંચેલા જિલ્લા અધિકારી પ્રેરણા શર્માએ જણાવ્યું કે, આ અકસ્માતમાં એક 18 વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું, જે પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્થાનિક લોકો દ્વારા રેલી કાઢી રહ્યો હતો અને તેમાં સવાર હતો.ત્યારે આ ઘટના વિદ્યાર્થીના મોતના પગલે તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

Advertisement

18 વર્ષીય વિદ્યાર્થીનું થયું કરુણ મોત
એસપી અભિષેક વર્માએ જણાવ્યું કે, ગણતંત્ર દિવસ પર કેટલાક લોકો દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીમાં શેરડીથી ભરેલો ઓવરલોડ ટ્રક પલટી ગયો. જેમાં 18 વર્ષના સાકિબનું મોત થયું હતું જ્યારે અન્ય બે ઘાયલ યુવકો આમિર અને સોનુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આમિરની મેરઠમાં સારવાર ચાલી રહી છે જ્યારે સોનુને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. રસ્તા પરથી શેરડી હટાવવામાં આવી રહી છે. મૃતક યુવકના પરિવારજનો સાથે વાતચીત ચાલી રહી છે. પ્રશાસન દ્વારા જે પણ યોગ્ય સહાયની જરૂર પડશે તે પૂરી પાડવામાં આવશે. આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓવરલોડિંગ સામે ઝુંબેશ ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Tags :
Advertisement
Advertisement