For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ધુમ્મસના કારણે કારનો અકસ્માત સર્જાતા લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક-યુવતીનું કરૂણ મોત...

04:16 PM Feb 03, 2024 IST | V D
ધુમ્મસના કારણે કારનો અકસ્માત સર્જાતા લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક યુવતીનું કરૂણ મોત

Jamnagar Dwarka Highway Accident: કહેવાય છે ને કે...કાલ કોણે જોયું છે? શું થશે,શું નહિ.ત્યારે આવી જ ઘટના જામનગર-દ્વારકા રોડ પરથી સામે આવી છે.જેમાં એક પરિવાર દ્વારકા જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.જેમાં લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકતા મોત(Jamnagar Dwarka Highway Accident) થયું છે.ત્યારે આ બંનેના મોતના પગલે તેનો પરિવાર ઘેર શોકમાં ગરકાવ થયો છે.

Advertisement

2 મહિના પછી હતા લગ્ન યુવક અને યુવતીને ભરખી ગયો કાળ
રૂડા લગ્ન લેવાઈ ગયા હતા,થોડા સમય પછી શરણાઈ ગુંજી ઉઠવાની હતી.આ યુવક અને યુવતી પોતાના સુંદર ભવિષ્યની કલ્પના કરી રહ્યા હતા.પરંતુ એમને ક્યાં ખબર હતી કે ગોઝારો કાળ તેમના આ સપના પર પાણી ફેરવી દેશે.ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એવી બની કે, યુવક-યુવતી પોતાના લગ્નના સપના જોઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારા અકસ્માતમાં તેના સપના રોળાઈ ગયા છે.

Advertisement

વિગતો મુજબ જે યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ થયો છે. દ્વારકા જઈ રહેલા પરિવારના સભ્યોને લીંબડી નજીક અકસ્માત નડતાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકી
લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી ડેડ બોડી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મૃત્યુ થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકી હતી. બંનેના લગ્ન અધુરા રહી ગયા પણ પ્રેમ અમર થઈ ગયો હતો.

એક જ દિવસમાં ગોઝારા અકસ્માતમાં 4 લોકોએ ગુમાવ્યા જીવ
તો બીજી તરફ અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જન્શાળી ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો.પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.બનાવની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીમડી, વટામણ સહિતની પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડમ્પર સાથે ટકરાતા તૂટી ગયો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement