For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કરજણ હાઇ-વે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા નોકરી પર જતા ભાઈ- બહેનનું કરુણ મોત; પરિવારજનોનું હૈયાફાટ રુદન

03:36 PM May 29, 2024 IST | V D
કરજણ હાઇ વે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા નોકરી પર જતા ભાઈ  બહેનનું કરુણ મોત  પરિવારજનોનું હૈયાફાટ રુદન

Karjan-Bharuch Highway Accident: વડોદરાના કરજણ-ભરૂચ હાઇવે પર કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે.આ ઘટનામાં ભાઈ બહેન બંને બાઈક પર નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક ધડાકા સાથે ટ્રકમાં ભટકાયું હતું. જેમાં ઘટનાસ્થળે બંનેના કરુણ મોત નીપજ્યા હતા.જેના પગલે ચકચાર મચી(Karjan-Bharuch Highway Accident) જવા પામી છે.જો કે આ ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ઘટનાસ્થળ પર જ ભાઇ-બહેનના મોત
કરજણ તાલુકાના ગણપતપુરા ગામમાં રહેતા વસીમભાઈ મન્સૂરી અને તેની બહેન સારીસના મનસુરી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે આજે રોજ નિયમિત સમય મુજબ ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન તેની બાઈક ટ્રક સાથે અથડાતા રસ્તા પર બંને ભાઈ બહેનના મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.તેમજ આ ભાઈબહેનની હાલત જોઈ લોકો ધ્રુજી ઉઠ્યા હતા.જે બાદ આ ઘટનાના પગલે લોકો આસપાસથી દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી.

Advertisement

પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો
પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.બાદમાં આ અકસ્માતની નોંધ લઇ બન્ને ભાઈ બહેનની લાશને પીએમ અર્થે મોકલી હતી.આ સાથે જ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી બાદમાં પરિવારના સભ્યો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ભારે આક્રન્દ કર્યું હતું,જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Advertisement

રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
અકસ્માતના બનાવના પગલે હાઈ-વે ઉપરનો ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જોકે, સ્થળ પર આવી પહોંચેલી પોલીસે ગણતરી મિનિટોમાં ટ્રાફિક વધુ ન થાય તે માટે બંનેના મૃતદેહોને મોકલી આપ્યા હતા. જેથી, ટ્રાફિક વ્યવહારને ઓછી અસર થઇ હતી. આ બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી.

બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો
અકસ્માતમાં ગણપતપુરા ગામના ભાઈ બહેનના મોત નિપજતાં ગણપતપુરા ગામમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવને પગલે ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવમાં ભાઈ-બહેન સવાર બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઉલ્લેખનીય બાબતે એ છે કે, હાઈ-વે પર રોડની સાઈડમાં ઉભા રહેતા ભારદારી વાહનોના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે.

Advertisement

જેમાં આજે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. ત્યારે સ્થાનિક લોકોએ પણ હાઇ-વે માર્ગ પર બિનજરૂરી વાહનો ઉભા ન રહે તે માટે પોલીસ તંત્રને રજૂઆત કરી હતી. જોકે, પોલીસ તંત્ર આનો કેટલો અમલ કરાવે છે તે જોવું રહ્યું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement
Advertisement