For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ફુગ્ગાએ લીધો બાળકનો જીવ! સુરતમાં નાનાભાઈના જન્મદિવસે જ 5 વર્ષના મોટાભાઈનું કરુણ મોત, માતા-પિતાનું હૈયાફાટ રુદન

04:04 PM Feb 17, 2024 IST | V D
ફુગ્ગાએ લીધો બાળકનો જીવ  સુરતમાં નાનાભાઈના જન્મદિવસે જ 5 વર્ષના મોટાભાઈનું કરુણ મોત  માતા પિતાનું હૈયાફાટ રુદન

Surat News: એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિ મરી શકે છે. પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલ 1 રૂપિયાનો બલૂન કે ફુગ્ગો મૃત્યુનું કારણ બને એવું સાંભળ્યું છે? આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જી હા...સુરતમાંથી ફરી એકવાર માતપિત્તને ચેતવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં નાનાભાઈના(Surat News) પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે 5 વર્ષનો મોટોભાઈ ફુગ્ગા સાથે રમી રહ્યો હતો.આ દરમિયાન તે ફુગ્ગો ગલી જતા મોતને ભેટ્યો હોવાનું સામે અવાયું છે.

Advertisement

ફુગ્ગો શ્વાસનળીમાં ફસાઈ જતા બાળક મોતને ભેટ્યો
આ અંગે વિગતવાર વાત કરીએ તો મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વતની અને હાલ પુણાગામ કેનાલરોડ ખાતે આવેલ કેવલ પાર્કની બાજુમાં શ્રીરામકૃપા સોસાયટીમાં વસવાટ કરતા વિમલભાઈ મનસુખભાઈ ડોબરીયાનો 5 વર્ષીય પુત્ર કર્મ પોતાના નાના ભાઈના જન્મ દિવસ નીમીતે ફુગ્ગા ફુલાવતો હતો.આ દરમિયાન તે ફુગ્ગો ગલી જતા શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો.જેના કારણે કર્મ મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ ઘટના બાદ સમગ્ર પરિવાર શોકમગ્ન થયો છે.

Advertisement

5 વર્ષનો કર્મ CKG માં અભ્યાસ કરતો હતો
વિમલભાઈના સંતાન પૈકી 5 વર્ષનો કર્મ CKG માં અભ્યાસ કરતો હતો. 27 જાન્યુઆરીના રોજ વિમલભાઈનો સૌથી નાનો દીકરો દર્ષિલનો પ્રથમ જન્મદિવસ હતો. જેથી પરિવારે ઘરમાં તેના જન્મદિવસ ઉજવણી માટે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સાંજે 5 વાગ્યાના સુમારે પરિવાર ઘરમાં ફુગ્ગા ફુલાવી તેનું ડેકોરેશન કરી રહ્યો હતો. તે દરમિયાન મોટોભાઈ કર્મ ફુગ્ગો ફુલાવી, પાછી હવા કાઢી અને પાછો ફુલાવી એમ કરીને નાનાભાઈ દર્ષિલને રમાડી રહ્યો હતો.

Advertisement

અચાનક ફુગ્ગાનો એક ભાગ તૂટીને કર્મના ગળામાં ફસાઈ ગયો હતો. જેથી કર્મ તેના પપ્પા બોલાવવા માટે ગયો હતો અને પપ્પા સાથે વાત કરતા કરતા તે ઊંડો શ્વાસ લેવા લાગ્યો હતો. જેથી ફુગ્ગાનો ટુકડો ગળાની નીચે ઉતરી શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. તેથી કર્મ બેભાન થઈ ગયો હતો. પરિવારના સભ્યો દ્વારા ઘરમાં તેને CPR આપવાની સાથે તેની પીઠ થપથપાવવા લાગ્યા હતા. પરંતુ તેને હોંશ ન આવતા પરિવાર તેને ઘરની પાસે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડ્યા હતા. હોસ્પિટલમાં કર્મને આઇસીયુ તેમજ વેન્ટિલેટર ઉપર લઈ સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

બાળકનો શ્વાસ કેમ અટકી ગયો?
બલૂન બાળકની ગરદનની અંદર ઊંડે સુધી ફસાઈ ગયો હતો, જેના કારણે તેને બચાવવો મુશ્કેલ બન્યો હતો. જણાવી દઈએ કે બલૂન રબર, લેટેક્સ, પોલીક્લોરોપ્રીન અને પ્લાસ્ટિક વગેરેથી બનેલું છે. હવા તેમાંથી પસાર થઈ શકતી નથી. આ કારણે બાળકની શ્વાસનળીમાં બલૂન અટવાઈ જતાં તે શ્વાસ લઈ શકતો ન હતો અને તેનું મોત થયું હતું.

Advertisement

Tags :
Advertisement
Advertisement