For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કેનેડામાં બે સગાભાઈ અને મિત્ર ને ભરખી ગયો કાળ- બર્થ ડે પાર્ટી કરીને પાછા ફરતી વખતે ત્રણ ભારતીઓને નડ્યો અકસ્માત

11:59 AM Feb 11, 2024 IST | Chandresh
કેનેડામાં બે સગાભાઈ અને મિત્ર ને ભરખી ગયો કાળ  બર્થ ડે પાર્ટી કરીને પાછા ફરતી વખતે ત્રણ ભારતીઓને નડ્યો અકસ્માત

3 Indians die in accident in Canada: વિશ્વભરમાં માર્ગ અકસ્માતો એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે અનેક લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અવારનવાર વિવિધ સ્થળોએ માર્ગ અકસ્માતના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે તાજેતરમાં કેનેડામાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં (3 Indians die in accident in Canada) ગુરુવારે મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે આ ઘટના બની હતી. આઅકસ્માતમાં એક કાર અન્ય વાહન સાથે અથડાઈ હોવાનું કહેવાય છે.જેમાં 3 ભારતીયોના મોત થયા છે.

Advertisement

Advertisement

કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ માર્ગ અકસ્માતમાં અન્ય કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાહનને પણ કબજે લેવામાં આવ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાહનની ઝડપને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

Advertisement

મૃતકોની ઓળખ
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં 23 વર્ષીય રિતિક છાબરા, તેનો નાનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા અને તેમના મિત્ર 24 વર્ષીય ગૌરવ ફાસગેનું મોત નીપજ્યું હતું. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેની માહિતી પોલીસે આપી હતી. હૃતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણેનો હતો.

Advertisement

બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા
વાસ્તવમાં રિતિકનો જન્મદિવસ હતો અને તે રોહન અને ગૌરવ સાથે પાર્ટી કરી રહ્યો હતો. ત્રણેય પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જન્મદિવસે જ બર્થડે બોય અને તેના મિત્રોના મોત થતાં તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.

ત્રણેય કેનેડાના સલૂનમાં કામ કરતા હતા
ત્રણેય એક સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સલૂન માલિકે જણાવ્યું કે તે ત્રણેય સાથે દર અઠવાડિયે લગભગ 40 કલાક કામ કરતા હતા અને ત્રણેય છોકરાઓ તેમના પરિવારના સભ્યો જેવા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતના દિવસે તેઓ એક રિતિકના જન્મદિવસની ઉજવણી કરવા બહાર ગયા હતા, પાર્ટીમાંથી પરત ફરતી વખતે તેમની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણેયનાં મોત થયાં હતાં.

નોંધનીય છે કે 2023માં પ્રકાશિત એક મીડિયા રિપોર્ટમાં WHOને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતને કારણે દર મિનિટે બે લોકોના મોત થઈ રહ્યા છે, દરરોજ 3200 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. વિશ્વમાં 5 થી 29 વર્ષની વયના લોકોમાં માર્ગ અકસ્માતો મૃત્યુનું મુખ્ય કારણ છે. વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો અમેરિકામાં થાય છે, પરંતુ ભારતમાં અકસ્માતોને કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે.

Tags :
Advertisement
Advertisement