Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

અમેરિકામાં સર્જાયો જીવલેણ અકસ્માત: 3 ગુજરાતી મહિલાઓને બની કાળનો કોળીયો ; પરિવારનું હૈયાફાટ રુદન

11:57 AM Apr 27, 2024 IST | Chandresh

Accident in America: અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાની જાણ પરિવારમાં થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આ ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની (Accident in America) વતની હોવાનું સામે આવી રહ્યું છે. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની માહોલ છવાઈ ગયો છે.

Advertisement

ત્રણ મહિલાઓનાં મોત જ્યારે એક મહિલાની હાલત ગંભીર
મળતી માહિતી અનુસાર, અમેરિકાના સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આણંદ જિલ્લાની મૂળ રહેવાસી મહિલાઓ, જે અમેરિકામાં સ્થાયી થઈ હતી તેમના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની વતની છે, તો એક મૃતક મહિલા કાવીઠા ગામની મૂળ વતની છે. તો આ અકસ્માતમાં ગાડીમાં સવાર વધુ એક વાસણા ગામની મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

મૃતક મહિલાઓનાં નામ
રેખાબેન દિલીપ ભાઈ પટેલ
સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલ

Advertisement

કાર ઓવરસ્પીડમાં હોવાનું પ્રથમ તારણ
વહેલી સવારે મહિલાઓ એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં તરફ જઈ રહી હતી. તે દરમ્યાન તેઓની કારને આ અકસ્માત નડ્યો હતો. ત્યારે પ્રથમ તારણ અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Next Article