For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બાઈક પર આરામથી બેસી આ યુવાને કર્યો જીવલેણ સ્ટંટ- વિડીયો જોઈ તમારા હોશ ઉડી જશે

06:43 PM Mar 19, 2024 IST | V D
બાઈક પર આરામથી બેસી આ યુવાને કર્યો જીવલેણ સ્ટંટ  વિડીયો જોઈ તમારા હોશ ઉડી જશે

Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ(Viral Video) થાય છે. આમાં કેટલાક વીડિયો લોકોને મોટિવેટ કરે છે જ્યારે કેટલાક વીડિયોમાં લોકો વિચિત્ર એક્ટિવિટીઝ કરતા જોવા મળે છે. પરંતુ ક્યારેક સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોવા મળે છે, જેને જોયા પછી વ્યક્તિ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતો નથી. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ખૂબ જ ખતરનાક રીતે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા પછી તમે પણ દંગ રહી જશો.

Advertisement

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેની બાઇક પર બેઠો છે અને તેની બાઇક ખૂબ જ સ્પીડથી આગળ વધી રહી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તે વ્યક્તિ તેની બાઇકની પાછળની સીટ પર આરામથી બેઠો છે, જેમ કે લોકો સોફા પર બેસે છે તે રીતે બેસી હેન્ડલ વગર જ જોખમી સ્ટંટ કરતો દેખાય છે.

Advertisement

લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર betharkii નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 3.3 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું – ટારઝનનો નાનો ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું- આપણે એક દિવસ મરવાનું છે, કેમ ડરવું? ત્રીજા યુઝરે લખ્યું- આ ગણિતના શિક્ષક છે, તેણે માની લીધું છે કે X ચાલી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું - જ્યારે તમને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય.

Advertisement

દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ
તમે સોશિયલ મીડિયા પર બાઇક ચલાવતા લોકોના વીડિયો જોયા જ હશે. કેટલીકવાર લોકો બાઇક સાથે અદ્ભુત સ્ટંટ કરતા પણ જોવા મળે છે, જો કે તે સમયે તે ખતરનાક હોય છે પરંતુ તે એ પણ દર્શાવે છે કે બાઇકર્સનો તેમના વાહન પર કેટલો નિયંત્રણ છે. જો કે ટ્રેન્ડ બાઈકર્સ પર નિયંત્રણ પ્રશંસનીય છે, પરંતુ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવો કરિશ્મા બતાવે છે ત્યારે નવાઈ લાગે છે પણ આવા સ્ટંટ જાહેર રસ્તા પર તે પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂકે છે,આ સાથે જ આવા લોકોને પોલીસ પકડીને સજા પણ આપે છે તો પણ સુધરવાનું નામ લેતા નથી.આ વિડીયો જોઈને મનમાં એક સવાલ ઉભો થાય છે કે જો બાઈક કાબુ બહાર જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

Advertisement

Tags :
Advertisement
Advertisement