For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

લે આલે! બે વર્ષનું છોકરું ડાયપરથી બનાવે છે એવી વસ્તુ કે વેચાય છે લાખોમાં...

04:30 PM Jun 02, 2024 IST | Drashti Parmar
લે આલે  બે વર્ષનું છોકરું ડાયપરથી બનાવે છે એવી વસ્તુ કે વેચાય છે લાખોમાં

Viral Video: 1881માં સ્પેનમાં જન્મેલા પાબ્લો પિકાસો એક મહાન ચિત્રકાર હતા અને આજે એમની  દંતકથા ખૂબ પ્રચલિત છે. તમે આ સાંભળ્યું જ હશે: "હું મારી જાતને પિકાસો માનું છું.." જ્યારે પિકાસો, 20મી સદીના મહાન ચિત્રકારો/કલાકારોમાંના એક છે. જયારે તે 13 વર્ષનો હતો ત્યારે તેણે આ હસ્તકલામાં તેમના પ્રોફેસર પિતાને પાછળ છોડી દીધા. ત્યારે આ દંતકથા જેવો જ એક કિસ્સો(Viral Video) સામે આવ્યો છે એમ કહી શકાય કે એક બીજો પિકાસો આવ્યો છે. અને તે માત્ર બે વર્ષનો છે. અને આ બાળક ડાયપર પહેરીને ચિત્રો બનાવે છે. જે લાખોમાં વેચાય છે. આંતરરાષ્ટ્રીય અખબારોના પહેલા પાના પર આ ખબર પ્રકાશિત કરવામાં આવી છે.

Advertisement

આ બાળક છે જર્મનીના લોરેન્ટ શ્વાર્ટ્ઝ. ન્યૂયોર્ક પોસ્ટના સમાચાર અનુસાર, લોરેન્ટની ઘણી પેઇન્ટિંગ્સ દુનિયાભરમાં વેચાય રહી છે. આમાંથી કેટલાકની કિંમત લગભગ 7 હજાર ડોલર સુધી પહોંચી ગઈ છે. ભારતીય રૂપિયામાં આ રકમ અંદાજે 5.84 લાખ રૂપિયા છે. આ પેઇન્ટિંગ્સ મ્યુનિકના સૌથી મોટા કલા મેળા 'ART MUC' માં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

Advertisement

લોરેન્ટના ચિત્રોમાં પ્રાણીઓની છબીઓ છે. જેમાં હાથી, ડાયનાસોર અને ઘોડાનો સમાવેશ થાય છે. હાથી તેમના પ્રિય પ્રાણીઓમાંનું એક છે. પરંતુ તે જે ચિત્રો માટે પ્રખ્યાત છે તે તમામ એબસ્ટ્રેક છે. મતલબ અમૂર્ત ચિત્ર. આમાં, ચિત્રકાર તેના ચિત્રોમાં સ્પષ્ટ ચિત્રો બનાવતો નથી, પરંતુ તેના બદલે કેટલાક આકારો દ્વારા તેના વિચારો વ્યક્ત કરે છે અને સંદેશ છોડી છે. જે લોકો આ કલાને સમજે છે તેઓ આ ચિત્રોમાં રસ દાખવે છે. તો ચાલો  એબસ્ટ્રેક નજરીયાથી આ ચિત્તરોને સમજીએ.

Advertisement

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, લોરેન્ટની આ કળા 2023માં દેખાઈ હતી. તે પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા માટે બહાર ગયો હતો. ત્યારે બધા એક રિસોર્ટમાં રોકાયા હતા. લોરેન્ટ અહીંના એક્ટિવિટી રૂમને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઇ ગયો હતો.  તેમના પરિવારનું કહેવું છે કે અહીંથી જ તેમનો પેઇન્ટિંગમાં રસ જાગ્યો હતો.

પરિવારે પણ નાના બાળકની કલા પ્રત્યેની રુચિને અવગણી ન હતી કારણ કે તે મોટો થતો ગયો. ઘરે પાછા ફર્યા પછી, તેના માતાપિતાએ તેના માટે એક આર્ટ સ્ટુડિયો બનાવ્યો. ત્યાં તેણે પોતાની કળાને વધુ નિખારી. માતાપિતાએ જોયું કે તે કેનવાસને રંગોથી ભરી રહ્યો હતો.

Advertisement

પુત્રની પ્રતિભા જોઈને લોરેન્ટની માતા લિસાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'laurents.art' બનાવ્યું. તે આના પર લોરેન્ટના ચિત્રો પોસ્ટ કરે છે. આ એકાઉન્ટના 29,000 થી વધુ ફોલોઅર્સ છે. આનાથી લિસાને પેઇન્ટિંગ્સ ઓનલાઈન વેચવા માટે પ્રેરિત થઈ છે. ચિત્રો પણ વેચાયા હતા. હવે તેનો પુત્ર મિની પિકાસો તરીકે પ્રખ્યાત થઈ ગયો છે.

જો કે યુવા કલાકારની બાબતમાં તે એકલો નથી. ઘાનાના Ace-Liam Nana Sam Ankrah વિશે દાવો કરવામાં આવે છે કે તેણે 6 મહિનાની ઉંમરે ચિત્રકામ શરૂ કર્યું હતું. તેનું નામ તાજેતરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેઓ વિશ્વના સૌથી યુવા ચિત્રકાર તરીકે ઓળખાયા છે.

Tags :
Advertisement
Advertisement