Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ફેસબુક, વોટ્સએપને પાછળ છોડી આ સોશિયલ મીડિયા એપ નંબર 1 બની, જુઓ અધધધ વખત થઈ ડાઉનલોડ...

02:38 PM Mar 13, 2024 IST | V D

World's Number 1 App: મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ(World's Number 1 App) એવું વિચારતા હશે કે ફેસબુક કે વોટ્સએપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ હશે,મેટાની આ એપ છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોની પહેલી પસંદ બની ગઈ છે. ફેસબુક, ટિક-ટોક, વોટ્સએપ, યુટ્યુબ વગેરેને પાછળ છોડીને ઇન્સ્ટાગ્રામ વિશ્વની 'નંબર વન' એપ બની ગઈ છે. એક તાજેતરના અહેવાલ અનુસાર, આ એપ કદાચ ફેસબુક, વોટ્સએપ, ટિકટોક જેવી એપને પાછળ છોડી દીધી છે.

Advertisement

ઇન્સ્ટાગ્રામ લોકોની પ્રિય એપ
ઈન્સ્ટાગ્રામ કે જેણે, TikTok અને WhatsApp જેવી એપ્સને પાછળ છોડી દીધી છે જે ઘણા સમયથી નંબર વન પર હતી. સેન્સર ટાવરના નવા રિપોર્ટ અનુસાર ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડ્સમાં 30 ટકાનો વધારો થયો છે. આ એપને 2023માં 767 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જે 2022ની સરખામણીમાં 20 ટકા વધુ છે. આ પછી ચીનની સોશિયલ મીડિયા એપ TikTok આવે છે, જેને 733 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

મોટાભાગના લોકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે
ભારતમાં TikTok પર પ્રતિબંધ મુકાયો ત્યારથી મોટાભાગના યુવાનોએ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ એપમાં ટિક-ટોક જેવા ટૂંકા વિડીયો સાથે રીલ્સ ફીચરની રજૂઆત બાદથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ભારતમાં 2020માં જ TikTok એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષે જ કંપનીએ રીલ્સ ફીચર બહાર પાડ્યું હતું. રીલ્સ ફીચર ઉમેર્યા પછી, ટિકટોકની જેમ ઇન્સ્ટાગ્રામમાં ટૂંકા વીડિયો બનાવી શકાય છે.

Advertisement

TikTok ટૂંકા વીડિયો માટે ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તેમ છતાં TikTok એ ગયા વર્ષે એપ ડાઉનલોડના સંદર્ભમાં 4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ વધારા પછી TikTok ગયા વર્ષે 733 મિલિયન (73.3 કરોડ) વપરાશકર્તાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.

એપ એની અનુસાર, ડાઉનલોડના મામલામાં ઈન્સ્ટાગ્રામ અન્ય સોશિયલ મીડિયા એપ્સ કરતાં ઘણું આગળ છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપલ એપ સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Next Article