For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

1001 શિવલિંગ વાળું ગુજરાતનું આ ચમત્કારિક મંદિર, સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ

06:34 PM May 28, 2024 IST | V D
1001 શિવલિંગ વાળું ગુજરાતનું આ ચમત્કારિક મંદિર  સ્વયં પ્રગટ થયા છે ભૂતનાથ મહાદેવ

Hazareswar Mahadev of Jamnagar: નવાનગર, છોટી કાશી, સૌરાષ્ટ્રના પેરિસ એવા જામનગરમાં અનેક પૌરાણિક અને અલૌકિક શિવ મંદિરો આવે છે. જેમાં હજારેશ્વર મહાદેવ મંદિર(Hazareswar Mahadev of Jamnagar) છોટીકાશી જામનગરના મુગટ પર મણી સમાન ચમકે છે. આ મંદિરમાં 1,001 શિવલિંગ આવેલ હોવાથી મંદિરનું નામ હજારેશ્વર રખાયું છે.

Advertisement

સામાન્ય રીતે શિવ મંદિરમાં એક જ નંદીજી હોય છે. પરંતુ જામનગરના આ હજારેશ્વર મહાદેવ મંદીરના ગર્ભગૃહમાં બે નંદીજી બિરાજે છે. જેમાં એક નંદીજી ઉપર પણ એક શિવલિંગ બિરાજમાન છે જેને 1,001 એટલે કે, આખરનું શિવલિંગ માનવામાં આવે છે. જામનગરમાં હવાઈ ચોક પાસે પ્રાચીન પૌરાણીક હજારેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.

Advertisement

પ્રાચીન પૌરાણીક હજારેશ્વર મહાદેવનું મંદિર
સામાન્ય રીતે શિવ મંદિરમાં એક જ નંદીજી હોય છે. પરંતુ જામનગરના આ હજારેશ્વર મહાદેવ મંદીરના ગર્ભગૃહમાં બે નંદીજી બિરાજે છે. જેમાં એક નંદીજી ઉપર પણ એક શિવલિંગ બિરાજમાન છે જેને 1,001 એટલે કે, આખરનું શિવલિંગ માનવામાં આવે છે. જામનગરમાં હવાઈ ચોક પાસે પ્રાચીન પૌરાણીક હજારેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.

Advertisement

250 વર્ષ જૂના આ મંદિરમાં એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે
છોટાકાશી તરીકે જાણીતા જામનગર શહેરમાં શિવજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યાં છે. અંદાજે 250 વર્ષ જૂના આ મંદિરમાં એક હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આ શિવલિંગને કારણે આ મંદિરને હજારેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

2 વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યું
આ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રોચક છે. આ હજારેશ્વર મંદિરની સ્થાપના સ્વામિ ચિંતાનંદજીએ કરી હતી, સ્વામી ચિતાનંદજીએ 12 વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યું હતું. જેના કારણે ભુતનાથ મહાદેવ પ્રસન્ન થયા હતા. સ્વામીજી દ્વારા એક હજાર શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી.પછી સ્વામીજી હાથમાં શિવલિંગ લઈને 12 વર્ષ ઉભા ઉભા તપ કર્યું હતું. હાલ આ મંદિરમાં વિશાળ ભૂતનાથ મહાદેવના શિવલિંગ ઊંચકીને ઉભેલા ચિતાનંદસ્વામીની પણ મૂર્તિ આવેલી છે. તથા આંબા માતાજી પણ અહીં બિરાજમાન છે. હાલ અહીં જામનગર જ નહીં વિદેશથી પણ ભક્તો મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement