For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના આ નેતાએ લોકો પાસે માંગ્યું દાન: કહ્યું, ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી; 10-10 રૂપિયા આપો...

06:11 PM Apr 19, 2024 IST | V D
કોંગ્રેસના આ નેતાએ લોકો પાસે માંગ્યું દાન  કહ્યું  ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી  10 10 રૂપિયા આપો

Congress candidate Lalit Vasoya: પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં કરી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર(Congress candidate Lalit Vasoya) છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી દસ દસ રૂપિયા માંગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.

Advertisement

સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું
પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે,‘ કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝને કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું,

Advertisement

જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે.’ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે. પોરબંદર લોકસભાનાં ઉમેદવાર લલિત વસો એ ફંડ માટે પોતાનું બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે.

Advertisement

વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો
લલિત વસોયાએ તેમને ફંડ મળે તે માટે પોતાનો બેંક એકાઉન્ટ ખાતા નંબર અને સ્કેનર દ્વારા માત્ર દસ રૂપિયાનું મતદારો પાસે ફંડ માગ્યું છે. લલિત વસોયાએ વધુમાં કહ્યું કે ચૂંટણી લડવા માટે મારે રૂપિયાની જરૂર પડે એટલા માટે મેં વોટની સાથે નોટ પણ આપવા માટે વિનંતી કરતો વિડિઓ સામે આવ્યો છે.

પોરબંદર લોકસભા ઉમેદવાર છે લલિત વસોયા
પોરબંદર બેઠક પર ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વસોયા 2017 માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય રહી ચુક્યા છે.જો કે 2019 અને 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 2024 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement