For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કામરેજમાં લેપટોપ અને રોકડ રકમ કારમાંથી ચોરી જતા ચોર CCTV માં કેદ

12:19 PM Jan 16, 2024 IST | V D
કામરેજમાં લેપટોપ અને રોકડ રકમ કારમાંથી ચોરી જતા ચોર cctv માં કેદ

રિપોર્ટર: દિનેશ પટેલ કામરેજ
Surat Chori News: ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં અલગ અલગ રાજ્યમાંથી આવીને લોકો વસેલા છે. ત્યારે ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે.રાજ્ય સહીત સુરત( Surat Chori News )માં દિવસેને દિવસે ચોરીની અલગ અલગ ઘટનાઓ સામે આવતી હોઈ છે.ત્યારે કામરેજના વાવ ગામની સીમમાં આવેલી ઓફિસ બહાર પાર્ક કારમાંથી બાઈક પર આવેલા બે અજાણ્યા ચોરો પૈકી એક ગાડીમાંથી રોકડ રકમ ભરેલી બેગ સહિત લેપટોપ ઉઠાવી જતાં સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.તે અંગે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

સબ મર્શીબલ પંપ અને બોરિંગના વ્યવસાય સાથે સંકળાયેલ
સુરતના અલથાણ ખાતેના ડી માર્ટ સામે આવેલા શ્રુંગલ હોમ ખાતે રહેતા 28 વર્ષીય પાર્થ કિર્તી પટેલ રહે છે.જે કામરેજના મહાવીર શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર 12,13 માં સબ મર્શીબલ પંપ અને બોરિંગનો સામાન વેચવાનો વ્યવસાય કરે છે. ગત 19 ડિસેમ્બર સાંજના સમયે તેમના ઉઘરાણી કરેલા 30 હજાર રૂપિયા લઈ પાર્થ પટેલ તેની કાર નંબર GJ 05 RJ- 4434 લઈ વાવ ખાતેની ગોપનાથ હોટલની બાજુમાં આવેલી એરોમા માર્કેટિંગ નામની તેમની જૂની ઓફિસે કામ અર્થે ગયા હતા.

Advertisement

બે અજાણ્યા ચોરોમાંથી એક બેગ લઇ થયો ફરાર
કામ પતાવી પરત ફરતા ઓફિસ બહાર પાર્ક કરેલી તેમની કારમાંથી ઉઘરાણી કરેલા ₹.30 હજાર સહિત બેગમાં રહેલી 60 હજારની રોકડ રકમ અને લેપટોપ સહિતની રૂપિયા 90 હજાર રોકડ રકમની બેગ ગાયબ હતી. ઘટનાને પગલે પાર્થ પટેલે સીસીટીવી ચેક કરતા બાઈક પર આવેલા બે અજાણ્યા પૈકી એક ગાડીનો દરવાજો ખોલી રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવી જતો નજરે પડે છે.

Advertisement

ઇ એપ્લીકેશન મારફતે કરી હતી અરજી
ઘટનાનો ભોગ બનેલા પાર્થ કીર્તિભાઈ પટેલે ઇ એપ્લીકેશન મારફતે અરજી કરી હતી. બાદમાં શનિવારે કામરેજ પોલીસ મથકે ₹90 હજારની રોકડ રકમ તેમજ 10 હજારની કિંમતના લેપટોપ મળી કુલ ₹.1 લાખની મત્તાની ચોરી અંગેની કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement