For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આ પાંચ ટાયર કંપનીઓએ મામુ બનાવ્યા, થયો કરોડોનો દંડ- તમારી ગાડીમાં પણ નથી એમનું ટાયર?

11:45 AM Feb 04, 2022 IST | Dhruvi Patel
આ પાંચ ટાયર કંપનીઓએ મામુ બનાવ્યા  થયો કરોડોનો દંડ  તમારી ગાડીમાં પણ નથી એમનું ટાયર

ભારતના(India) પાંચ ટાયર ઉત્પાદકોએ મોંઘા ભાવે ટાયર વેચવા માટે સાંઠગાંઠ કરી હતી. આ ગુનામાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (Competition Commission of India) એ બુધવારે તેના પર 1788 કરોડ રૂપિયાનો દંડ(A fine of Rs 1788 crore) ફટકાર્યો હતો, આ જ પાંચ કંપનીઓ દેશમાં 90 ટકા ટાયર વેચે છે. તેમના દ્વારા રચાયેલી સંસ્થાને દોષિત ગણીને 8.4 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.

Advertisement

કમિશન અનુસાર, ટાયર કંપનીઓના આ કાર્ટલે ટાયરની કિંમતો ઊંચી રાખવા માટે ઉત્પાદનને પ્રતિબંધિત અને નિયંત્રિત કર્યું હતું. બજારમાં પુરવઠો પણ નિયંત્રિત હતો. આ કંપનીઓ અને તેમની રચના ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ATMA) એ સ્પર્ધાને દૂર કરવા માટે પરસ્પર કરારો કર્યા.  આ કોમ્પિટિશન એક્ટની કલમ 3નું ઉલ્લંઘન છે. કમિશન અનુસાર, કંપનીઓએ ATMAના પ્લેટફોર્મ પર ટાયરની કિંમતો, ઉત્પાદન વેચાણનો સંવેદનશીલ ડેટા એકબીજા સાથે શેર કર્યો હતો. તેના આધારે ટાયરના ભાવ અંગે સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

આ કંપનીઓ પર લાદવામાં આવ્યો દંડ:
CCI એ Apollo Tyres પર Rs 425.53 કરોડ, MRF Ltd. પર Rs 622.09 કરોડ, CEAT Ltd. પર Rs 252.16 કરોડ, JK Tyres પર Rs 309.95 કરોડ અને બિરલા Tyres પર Rs 178.33 કરોડનો દંડ લગાવ્યો છે. CCIના જણાવ્યા અનુસાર, આ તમામ કંપનીઓએ ટાયર એસોસિએશન, ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા પોતાની વચ્ચે ભાવ સંવેદનશીલ ડેટા શેર કર્યા હતા અને તેના આધારે ટાયરની કિંમતો સામૂહિક રીતે નક્કી કરવામાં આવી હતી.

Advertisement

તમને જણાવી દઈએ કે, CCIએ ઓગસ્ટ 2018માં આ પાંચ ટાયર કંપનીઓ અને ATAM પર દંડ ફટકાર્યો હતો. જેની સામે ટાયર કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને ત્યારથી આ નિર્ણય પર મહોર મારી દેવામાં આવી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે 28 જાન્યુઆરી 2022 ના રોજ ટાયર કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી. જે બાદ હવે CCIએ આ આદેશ જારી કર્યો છે.

સાડા ​​ત્રણ વર્ષ પછી ઓર્ડર આવ્યો
કમિશને 2018માં કંપનીઓને દોષી ઠેરવી હતી, કંપનીઓએ ચેન્નાઈ હાઈકોર્ટમાં શરણ લીધી હતી, 6 જાન્યુઆરીએ અપીલ ફગાવી દેવામાં આવી હતી. 28 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી. ATMA કંપનીઓ પાસેથી તેમના સેગમેન્ટ અનુસાર ડેટા એકત્રિત કરશે, જેમાં ટાયર ઉત્પાદન, સ્થાનિક વેચાણ, નિકાસ જેવા ડેટા હશે. કમિશને તેને સભ્ય કંપનીઓ અથવા અન્ય કોઈ જગ્યાએથી ડેટા એકત્ર કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement