Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

1 એપ્રિલથી બદલાઇ જશે આ 6 નિયમો, ગેસ સિલિન્ડર, ફાસ્ટેગ, પીએફ પણ સામેલ- સીધી અસર તમારા ખિસ્સા પર થશે

06:14 PM Mar 29, 2024 IST | Chandresh

1 April Latest News: નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે અને નાણાં સંબંધિત છ મોટા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડી શકે છે. મળતી માહિતી અનુસાર, આ મોટા ફેરફારોમાં ક્રેડિટ કાર્ડ અને NPS સહિતના ઘણા નિયમોનો સમાવેશ કરવામાં (1 April Latest News) આવ્યા છે. આ ફેરફારો તમારા રોકાણ અને નાણાં ખર્ચને અસર કરી શકે છે. ચાલો આ 6 ફેરફારો વિશે જાણીએ જે એપ્રિલ 2024 માં અમલમાં આવશે.

Advertisement

NPS નિયમોમાં ફેરફાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ને વધુ સુરક્ષિત બનાવવા માટે બે-સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ NPS વપરાશકર્તાઓ માટે હશે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી શકે છે. PFRDAએ 15 માર્ચે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

SBI ક્રેડિટ કાર્ડમાં ફેરફારો
SBI કાર્ડે જાહેરાત કરવામાં આવી છે કે, તારીખ 1 એપ્રિલ, 2024 થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું સંગ્રહ બંધ કરવામાં આવશે. આમાં AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પલ્સ અને Simply Click SBI કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો
મળતી માહિતી અનુસાર, જેઓ ક્રેડિટ કાર્ડ પર કેલેન્ડર ક્વાર્ટરમાં રૂ. 10 હજાર કે તેથી વધુ ખર્ચ કરે છે તેઓને મફત ડોમેસ્ટિક લોન એક્સેસ ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજી બાજુ જો તમે ICICI બેંક ક્રેડિટ કાર્ડ હેઠળ એક ક્વાર્ટરમાં રૂ. 35 હજાર કે તેથી વધુ ખર્ચ કરો છો તો તમને એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા મળી શકે છે. આ નિયમ 1લી એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ સિવાય એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર ઈંધણ, વીમા અને સોના પર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જેનો અમલ 20 એપ્રિલથી કરવામાં આવી શકે છે.

OLA Money Wallet
Ola Money એ જાહેરાત કરવામાં આવી છે કે, તે 1 એપ્રિલ, 2024 થી દર મહિને 10,000 રૂપિયાના મહત્તમ વોલેટ લોડ પ્રતિબંધ સાથે નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વોલેટ સેવાઓ પર સંપૂર્ણપણે સ્વિચ કરી દેવામાં આવી છે. કંપનીએ તેના ગ્રાહકોને તારીખ 22 માર્ચે SMS મોકલીને આ અંગે જાણ પણ કરવામાં આવી છે.

Advertisement

ફાસ્ટેગ KVC
જો તમે 31 માર્ચ, 2024 સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી અપડેટ નહીં કરવો તો તમે 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી અનુસાર, NHAI એ Fastag KYC ફરજિયાત બનાવ્યું છે.

LPG ગેસની કિંમત
LPG સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં બદલાય છે. 1 એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર થઈ શકે છે. જોકે, લોકસભાની ચૂંટણી વચ્ચે આ ભાવમાં ફેરફારની શક્યતા ઘણી ઓછી જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Next Article