Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

હાર્ટ એટેક આવતાં પહેલાં મળે છે આ 5 સંકેતો; ગરમીમાં જો તેને નજરઅંદાજ કરશો તો જીવ જઈ શકે છે

06:17 PM May 03, 2024 IST | V D

Heart Attack: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આજકાલ 20 થી 25 વર્ષની વયના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આ બીમારી સાયલન્ટ કિલર બની રહી છે અને દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે હાર્ટ એટેકના(Heart Attack) કેસ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે.

Advertisement

આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે અનિયમિત ખાનપાન, જંક ફૂડનું સેવન, ધુમ્રપાન અને આલ્કોહોલ જેવી આદતો યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધારી રહી છે. આ સિવાય કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, ધૂમ્રપાન અને તણાવ જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. હાર્ટ એટેકથી બચવા માટે તેના ચિહ્નો જાણવું જરૂરી છે. અચાનક હાર્ટ એટેક આવવાનું કારણ શું છે અને તે પહેલા તમારું શરીર કયા સંકેતો આપે છે, તે આજે અમે તમને જણાવીશું...

હાર્ટ એટેકના લક્ષણો લોકોમાં અલગ અલગ હોઈ શકે છે
હાર્ટ એટેક અને સામાન્ય પીડા વચ્ચેનો તફાવત આ રીતે સમજો
આ મામલે કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે છાતીમાં દુખાવો ગેસને કારણે થાય છે અને તે હાર્ટ એટેકનું પણ લક્ષણ છે. પરંતુ ગેસના દુખાવા અને હાર્ટ એટેકના દર્દમાં થોડો તફાવત છે. હાર્ટ એટેકની પીડા છાતીની વચ્ચેથી તમારા જડબા, ગરદન અને ડાબા હાથ સુધી ફેલાતી અનુભવાય છે. દરમિયાન, કોઈપણ કામ કરવાથી અથવા વજન ઉપાડવાથી દુખાવો વધે છે. જ્યારે સામાન્ય દર્દ કે ગેસના દુખાવામાં આવું થતું નથી.

Advertisement

સામાન્ય દુખાવા અને હાર્ટ એટેકના દુખાવા વચ્ચેનો તફાવત સમજવા માટે, તમારા બંને હાથને તમારી છાતી પર મૂકો. જો તમને હાર્ટ એટેકનો દુખાવો હોય તો તમે હાથ મૂકતા જ તમને એવું લાગશે કે જાણે કોઈએ તમારી છાતી પર ભારે ભાર મૂક્યો હોય. હાર્ટ એટેકની પીડા છાતીના મોટા વિસ્તારમાં ફેલાય છે. સામાન્ય દર્દમાં આવું થતું નથી. સામાન્ય પીડા એક જગ્યાએ થઈ શકે છે.

છાતીમાં બળતરા-
ઘણી વાર અમુક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઉલ્ટી, ઈનડાઈઝેશન, છાતીમાં બળતરા, પેટમાં દુખાવા જેવી સમસ્યા શરુ થઈ જાય છે. જો કે, જરુરી નથી કે, આ સમસ્યા આપને અનુભવ થાય તો હ્દયની જ બીમારી હોય અથવા તો આપને હાર્ટ એટેક આવવાનો છે. પણ વારંવાર આ લક્ષણો જોવા મળે તો, ડોક્ટરથી જરુરથી મળવું જોઈએ. પુરુષોની તુલનામાં મહિલાઓમાં તો આ લક્ષણ હાર્ટ એટેક પહેલા વધારે અનુભવાય છે.

Advertisement

હાંફ ચઢવો
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંવેદનશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા આવી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ એ સંકેત છે કે આપણે ગંભીરતાથી લેવી જોઈએ. જો તમને છાતીમાં ભારેપણું અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેને અવગણવું જોઈએ નહીં. આ હૃદય સંબંધી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. તેમજ શ્વાસ લેતી વખતે લાંબો શ્વાસ લેવો એ પણ અસ્થમાની નિશાની હોઈ શકે છે. તેથી, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેના લક્ષણોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જડબાથી ડાબા હાથ સુધી દુખાવો
જો તમને તમારી ડાબી બાજુ, પીઠ અને હાથની સાથે તમારા જડબામાં દુખાવો લાગે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. ઘણી વખત આ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોય છે. જો છાતી અને ડાબા ખભામાં દુખાવો ધીમે ધીમે તમારા હાથ તરફ જવા લાગે છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ.

છાતીમાં દુખાવો
હાર્ટ એટેકનું આ સૌથી સામાન્ય લક્ષણ છે. છાતીમાં દુખાવો, ભારેપણું અથવા ચુસ્તતાની લાગણી, ખાસ કરીને ડાબી બાજુએ, આ દુખાવો હાથ, ગરદન, જડબા અથવા પીઠમાં પણ ફેલાય છે.

ચક્કર અથવા ઉબકા આવવા
જો તમને દિવસમાં ઘણી વખત ચક્કર આવે છે, ઉલ્ટી જેવી લાગણી થાય છે. અથવા જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ તો આ પણ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.

ખભામાં દુખાવો થવો
હ્દય હુમલો આવતા પહેલા ઘણી વાર શરીરની ડાબી બાજુ દુખાવો થાય છે. જે ધીમે ધીમે ફેલાય છે. તે છાતીમાંથી શરુ થાય છે અને બહારની તરફ વધે છે. જો કે, અમુક લોકોને મુખ્ય રીતે ખભામાં પણ દુખાવો થાય છે. બાદમાં તે હ્દય હુમલાનું કારણ પણ બને છે. તો જો આપને છાતીથી લઈને આવા દુખાવા અનુભવાય તો, જરુરથી ડોક્ટર પાસે જાવ. મોડુ કરવાથી આપનો જીવ પણ જઈ શકે છે.

પરસેવો આવવો-
ઠંડીની સિઝનમાં પણ આપને વધારે પરસેવો આવે છે અને તે પણ કોઈ પણ સ્પષ્ટ કારણ વિના તો તેને ઈગ્નોર કરતા નહીં. ઠંડો પરસેવો આવવાથી હાર્ટ એટેક આવવાના સંકેત હોય શકે છે. જો આપને પણ કોઈ લક્ષણ અથવા સંકેત આમાંથી એક પણ દેખાય તો તરત હોસ્પિટલે જઈને ડોક્ટર્સને મળો. આપની શારીરિક તકલીફો ત્યાં બતાવો.

Advertisement
Tags :
Next Article