For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ફરી એક ગ્રીષ્મા હણાઇ: પ્રેમ સંબંધની ના કહેતા યુવતીને ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ પ્રેમીએ ગટગટાવ્યુ ઝેર

11:18 AM Mar 11, 2022 IST | Mishan Jalodara
ગુજરાતમાં ફરી એક ગ્રીષ્મા હણાઇ  પ્રેમ સંબંધની ના કહેતા યુવતીને ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ પ્રેમીએ ગટગટાવ્યુ ઝેર

ગુજરાત(Gujarat): સુરતમાં ગ્રીષ્મા(Grishma Murder Case)ની હત્યા બાદ ગુનેગારો બેફામ અને ખાખી વર્દીનો જરા પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. પ્રેમ પ્રકરણનો મામલા અંગે હવે મહિલાઓની હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મહીસાગર(Mahisagar) જિલ્લાના વિરપુર(Virpur) તાલુકાના દુધેલા(Dudhela) ગામે એકતરફી પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ 21 વર્ષીય યુવતીની ચાકુના ઘા મારીને હત્યા કરી અને પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

મૃતક યુવતી રમીલા

મળતી માહિતી અનુસાર, દુધેલા ગામની 21 વર્ષની રમીલા તેના પરિવાર સાથે ઘઉંની કાપણી કરવા માટે ખેતરમાં ગઈ હતી. આ સમય દરમિયાન તેના જ ગામનો શૈલેષ ફૂલભાઈ પગી ખેતરે પહોંચ્યો હતો અને રમીલા ખેતરનું કામ પતાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પ્રેમસંબંધની ના રાખવાનું કહેતી રમીલાને શૈલેષે છરીના ઘા મારી હત્યા કરી હતી.

Advertisement

હત્યારો શૈલેષ સ્થળ પરથી નાસી છૂટ્યા બાદ હત્યારાએ ઘરે જઈને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. નાયબ અધિક્ષક પી.એસ.વડવીએ જણાવતા કહ્યું હતું કે, આરોપી સ્વસ્થ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

પ્રેમ સંબંધ ન રાખવાનું કહેતા કરાઈ યુવતીની હત્યા:
જણાવી દઈએ કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હતી. જેમાં શૈલેષ નામનો યુવક તેની રમીલા નામની પ્રેમિકાને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી ઝઘડા બાદ રમીલાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે.

દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર આરોપી હોસ્પિટલમાં દાખલ:
પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા પછી હત્યારો તેના ઘરે ગયો હતો અને તેણે ઝેરી દવા પી લેતા પરિવારના સભ્યોએ  તેને બચાવી લીધો હતો અને તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તેની તબિયત સ્થિર છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement