For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

દિલ્હીથી સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટના બાથરુમમાં જઈ યુવકે કર્યું એવું કે, દરવાજો ખોલતા જ...

04:23 PM Apr 12, 2024 IST | V D
દિલ્હીથી સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટના બાથરુમમાં જઈ યુવકે કર્યું એવું કે  દરવાજો ખોલતા જ

ફ્લાઈટમાં મુસાફરી કરતાં મુસાફરો ક્યારેક નિયમો નેવે મુકતા હોય તેવી ઘટના અવારનવાર સામે આવતી રહે છે. પ્લેનમાં ઘણા નિયમો પેસેન્જર માટે બનવવામાં આવતા હોય છે,ત્યારે હવામાં ઉડતાં પ્લેનમાં જ્વલનશીલ પદાર્થ લઈ જવાની મનાઈ હોય છે. તેમ છતાં પશ્ચિમ બંગાળનો એક યુવક દિલ્હીથી સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સિગારેટ લઈ બેઠો હતો. આ યુવકે ચાલુ પ્લેનના બાથરૂમમાં જઈ સિગારેટ સળગાવી હતી.તેમજ લાંબા સમય બાદ તે યુવક બાથરૂમની બહાર ન નીકળતા આ અંગે ખુલાસો થયો હતો.

Advertisement

છુપાઈને માચીસ અને સિગરેટ લઈને ઘુસ્યો હતો
થોડા સમય અગાઉ એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ I51569 સુરત આવવા ઉડી હતી.તે દરમિયાન આ પ્લેનની સીટ નં. 28 એફમાં કૌસ્તવ સત્યજીત બિસ્વાસ (ઉં.વ. 23, રહે ગામ ખાન્ટુરા ગોરબરડાંગા નોર્થ 24 પરગણા પશ્ચિમ બંગાળ) બેઠો હતો.તેમજ આ યુવક છુપાઈને પ્લેનમાં સિગારેટ તથા માચીસ બોક્સ લઈ પ્રવેશ્યો હતો. ચાલુ ફ્લાઈટે બાથરુમાં સિગારેટ સળગાવી સ્મોકિંગ કર્યું હતું.

Advertisement

સિગરેટની ગંધ આવતા લોકોને જાણ થઇ
ઘણા સમયથી યુવક બાથરૂમમાંથી બહાર ન નીકળતા અન્ય પેસેન્જરે ક્રુ મેમ્બરને જાણ કરી હતી. ક્રુ મેમ્બરે બાથરૂમ ખખડાવતા યુવકે દરવાજો ખોલ્યો હતો ત્યારે અંદરથી સિગારેટના ધુમાડા ઉડતા હતા. ગંધ આવતી હતી. તેથી યુવકની પૂછપરછ કરતા યુવકે પોતે બાથરૂમમાં સ્મોક કર્યું હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

પેસેન્જરની પોલીસ ફરિયાદ કરવામાં આવી
ફ્લાઈટ સુરત એરપોર્ટના રન વે પર લેન્ડ થયા બાદ ક્રુ મેમ્બરે આ અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસ સ્ટાફના માણસોને જાણ કરી હતી. પેસેન્જરોની જિંદગી જોખમાય તે રીતે ઉડતા પ્લેનના બાથરૂમમાં સ્મોકિંગ કરનાર યુવક કોસ્તવ સત્યજીત બિસ્વાસ વિરુદ્ધ બાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે પોલીસ ફરિયાદ કરી હતી.

Advertisement
Advertisement
Advertisement