Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ભગવાન શિવને ચઢાવાતું આ ફળ માત્ર બે મહિના જ મળે છે પરંતુ અનેક બીમારીઓનો છે રામબાણ ઈલાજ

07:04 PM Feb 28, 2024 IST | V D

Rashbhari Fruit Benefits: આપણાં દેશમાં સિઝન પ્રમાણે ઘણા ફળો મળે છે. આમાંથી એક એવું ફળ છે(Rashbhari Fruit Benefits) જે એકદમ ખાટા અને સ્વાદમાં મીઠું છે. અહીં તમને રસભરી ફળ એટલે કે પોપટી વિશે વાત કરી રહ્યા છીએ. જેને બહારનાં રાજ્યોમાં રસભરી કે પટારી તરીકે ઓળખવામાં આવે છે/ તે નારંગી રંગનું મીઠુ અને ખાટા ફળ છે. તે ગૂસબેરી, કેપબેરી, ઇન્કાબેરી અને ગ્રાઉન્ડબેરી જેવ નામો તરીકે પણ ઓળખાય છે. આ વર્ષમાં માત્ર બે મહિના માટે ઉપલબ્ધ છે. દરરોજ લોકો આ ફળ ખરીદવા આવે છે. આ સિવાય આ ફળ ભગવાન શિવના શિવલિંગને પણ અર્પણ કરવામાં આવે છે.

Advertisement

આ ફળ વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર
ટામેટા જેવું દેખાતું આ ફળ નાનું હોય છે અને સ્વાદમાં ખાટું મીઠું હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ ફળમાં 64 કેલેરી, 1.5 ગ્રામ પ્રોટીન, 0.8 ગ્રામ ફેટ અને 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.આ ઉપરાંત તેમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ફળ સ્વાસ્થ્યને સુધારે છે અને શરીરને અનેક રોગથી બચાવે છે. આ ફળને સામાન્ય બોલચાલની ભાષામાં રસભરી કહેવામાં આવે છે.

અનેક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે આ ફળ કાર્ડિયો વૈસ્કુલર સિસ્ટમને સુધારે છે. આ ઉપરાંત તેનાથી આર્થરાઈટિસ, વજન ઘટાડવા, આંખોનું તેજ વધારવા જેવા કામ પણ થાય છે. આ ફળ ડાયાબિટીસ સામે રક્ષણ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ફળ કઈ કઈ બીમારીઓમાં રાહત આપે છે જાણી લો વિગતવાર

Advertisement

હાડકા મજબૂત કરે છે
હાડકાની સમસ્યાથી ત્રસ્ત હોય તો આ ફળ તમને મદદ કરી શકે છે. તેનાથી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધે છે અને તેનું નિયમિત સેવન કરવાથી આર્થરાઈટિસ થી રક્ષણ થાય છે.

અનિંદ્રા
અનિંદ્રાની બીમારી હોય તેમણે પણ આ ફળ ખાવું જોઈએ. આ ફળનો ઉકાળો બનાવી અને રાત્રે પીવાથી ઊંઘ સારી આવે છે.

Advertisement

ચામડીના રોગ
ત્વચાના રોગ, ખંજવાળ જેવી તકલીફોમાં પણ આ ફળ ઉપયોગી છે. તેનો લેપ બનાવી અને સંક્રમિત જગ્યાએ લગાવવાથી ખંજવાળ આવતી નથી.

કિડની
રસભરીનું શાક બનાવીને ખાવાથી કિડની સાફ થાય છે. તેના સુકાવી અને તેને ખાવાથી પણ કિડનીની બીમારીઓ દૂર થાય છે.

શરદી અને ફલૂમાં ઉપયોગી
મકોયમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે તમને શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચાવે છે. આ ફળ કફની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે.

આ ફળમાં પોલિફીનોલ્સ અને કેરોટીનોઈડ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં વિટામીન A અને C હોય છે જે સારી દૃષ્ટિ જાળવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે ડાયાબિટીસ, કેન્સર, ગાઉટ, સ્થૂળતા અને અન્ય રોગોને દૂર રાખે છે. આ સિવાય તે શરદી અને ફ્લૂથી પણ બચાવે છે.

Advertisement
Tags :
Next Article