Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

પંજાબ સરકાર આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારજનોને 1 કરોડનું વળતર અને બહેનને અપાવશે સરકારી નોકરી

01:15 PM Feb 23, 2024 IST | V D

Peasant Movement: પંજાબની ભગવંત માન સરકારે દિલ્હી કૂચને લઈને છેલ્લા 10 દિવસથી હરિયાણાની શંભુ બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મોટી જાહેરાત કરી છે. પંજાબના(Peasant Movement) સીએમ ભગવંત માને જાહેરાત કરી છે કે તેઓ ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂત શુભકરણના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. આ સાથે સરકાર મૃતક ખેડૂતની બહેનને સરકારી નોકરી પણ આપશે.

Advertisement

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા સીએમ ભગવંત માને પોતે લખ્યું કે પંજાબ સરકાર માર્યા ગયેલા ખેડૂત શુભકરણના પરિવારને 1 કરોડ રૂપિયાની વળતરની રકમ આપશે. આ સાથે જ શુભકરણની બહેનને પંજાબ સરકાર સરકારી નોકરી આપશે. દોષિતો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ.

21મી ફેબ્રુઆરીએ થયું હતું મૃત્યુ
તમને જણાવી દઈએ કે, MSP સહિતની એક ડઝન માંગણીઓને લઈને ખેડૂતો છેલ્લા 10 દિવસથી શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ શંભુ બોર્ડર પર પોલીસ સાથેની અથડામણ દરમિયાન 21 વર્ષીય ખેડૂત શુભકરણનું મૃત્યુ થયું હતું. ત્યારથી દિલ્હી કૂચ મોકૂફ રાખવામાં આવી છે. ખેડૂતો આજે કાળો દિવસ મનાવી રહ્યા છે. નોંધનીય છે કે આ આંદોલનમાં હવે 3 ખેડૂતો અને 3 પોલીસકર્મીઓ સહિત 6 લોકોના મોત થયા છે.

Advertisement

પંજાબના ભટિંડા જિલ્લાના રામપુરા ફૂલ શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર બલોહ ગામમાં શુભકરણ સિંહના પરિવારજનો અને ગ્રામજનો શબની રાહ જોતા રહ્યાં હતા. લોકોએ જણાવ્યું કે શુભકરન સિંહ ઘણો મહેનતી હતો, તેને લીજ પર ખેતી કરવા માટે જમીન લીધી હતી. તે મહેનત કરીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો, તેને પોતાના સપના પૂર્ણ કરવાના હતા. એક મિત્રએ જણાવ્યું કે શુભકરન અને તેના કાકા ચરણજીત સિંહે 20 એકર જમીન લીઝ પર લીધી હતી. શુભકરને 12માં ધોરણનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તે એક સફળ ખેડૂત બનવા માંગતો હતો, માટે તે ખેતી કરવા લાગ્યો હતો.

હવે જોવાનું એ રહે છે કે પંજાબ સરકાર ખેડૂતોની માંગને લઈને શું પગલાં લે છે અને આગામી દિવસોમાં આંદોલનની દિશા શું છે. આશા છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે ટૂંક સમયમાં હકારાત્મક ઉકેલ આવશે અને ખેડૂતોને તેમના હક્ક મળશે.

Advertisement

Advertisement
Tags :
Next Article