For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતના આ મંદિરમાં માતાજીની કૃપાથી મૂંગા પણ બોલાતાં થઈ જાય છે, અહિયાં બોબડી માતાએ પૂર્યા છે અનેક પરચા...

05:14 PM Mar 30, 2024 IST | V D
ગુજરાતના આ મંદિરમાં માતાજીની કૃપાથી મૂંગા પણ બોલાતાં થઈ જાય છે  અહિયાં બોબડી માતાએ પૂર્યા છે અનેક પરચા

Bobadi Mata Temple Sabarkantha: ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિરો એવા છે જે તેમની ખાસિયત માટે પ્રખ્યાત છે. આવુ જ એક મંદિર છે ઈડરના ઈશ્વરપુરા ગામમાં આવેલું બોબડી માતાજીનું મંદિર. લોકવાયકા છે કે, આ બોબડી માતાના મંદિરમાં મુંગા પણ બોલતા થાય છે. જે ઘરમાં સંતાનો(Bobadi Mata Temple Sabarkantha) વહેલા બોલતા ન હોય તો તેઓ બોબડી માતાની બાધા રાખે છે. અહી માનતા માનવામાં બાળક બોલતુ થાય છે.

Advertisement

જેનું બાળક મૂંગું હોય તેના માતાપિતા અહીંયા માનતા રાખે છે
ઈડરની આસપાસ અનેક ડુંગરા આવેલા છે. આ મનોરમ્ય ડુંગરોની વચ્ચે ઈશ્વરપુરા ગામ આવેલું છે. જ્યાં બોબડી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિર 50 વર્ષો જુનુ છે. મંદિરની પૂજા કરનાર તેમજ ભક્તોનું કહેવું છે કે, જે ઘરમાં કોઈ બાળક 5 વર્ષ બાદ બોલી શક્તુ ન હોય તો માતાપિતા તેને બોબડી માતા પાસે લાવે છે અને શ્રદ્ધા સાથે માનતા રાખે છે.

Advertisement

ભક્તો સોનાની અથવા ચાંદીની જીભ ચઢાવે છે
એવી માન્યતા છે કે, બોબડી માતાની માનતા રાખવાથી બાળકનું મુંગાપણું દૂર થાય છે. આ મંદિરમાં મુંગું બાળક પણ બોલતું થાય છે. જો બાળક બોલતુ ન હોય તો માતાપિતા બોબડી માતાની સામે સોનાની અથવા ચાંદીની જીભ ચઢાવે છે. આ ઉપરાંત જો કોઈ બાળકને કે મોટી વ્યક્તિને બોલવાની તકલીફ હોય, જીભ ચોંટતી હોય કે પછી તોતડાપણું હોય તો બોબડી માતાની બાધા માનવાથી બધુ દૂર થઈ જાય છે તેવુ લોકો માને છે.

Advertisement

ઘરની બાબરીના પ્રસંગો પણ અહી પૂર્ણ કરે
બોબડી માતામાં અનેક લોકો શ્રદ્ધાથી આવે છે. ખાસ કરીને રાજસ્થાનના લોકો અહી માનતા માનવામાં આવે છે. તો ઝીંઝવા ગામના લોકો બોબડી માતા પર અપાર શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો ઘરની બાબરીના પ્રસંગો પણ અહી પૂર્ણ કરે છે. એવી લોકવાયકા છે કે, માતાજીએ અનેક પરચા આપ્યાછે. માતાની કૃપાથી અનેક બાળકો સાજા થયા છે.

માતાજીનો ઇતિહાસ
ઈડર તાલુકાના ઝીંઝવા ગામના દરેક સમાજ અને કોમના લોકોની બાબરી આ મંદિરે જ થાય છે. ઝીંઝવા ગામના લોકો માતાજી માટે અસીમ શ્રદ્ધા ધરાવે છે. એક વાર ગામના એક બાબરીના પ્રસંગે નાની બાળકી ગુમ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ બાદ પણ બાળકીની ભાળ મળતી ન હતી. ગામવાસીઓએ બોબડી માતા સમક્ષ બાધા માની અને ખૂબ આજીજી કરી હતી. લોકવાયકા પ્રમાણે, માતાજીએ એક વ્યક્તિને ગેબી ઇશારો આપ્યો હતો અને માતાજીની કૃપાથી આસપાસમાં આવેલા એક ડુંગરની ટોચ પર બાળકી મળી આવી હતી. આવા અનેક પરચા માતાજી આપી ચૂક્યા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement